શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૪ વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૧ સુધીમાં ૬ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે અને આ સફળતા ને સતત અને અવિરત આગળ વધારવા માટે શાળા કક્ષાએ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ ઉપયોગી એવા "જ્યોતથી જ્યોત ઝળહળે જ્ઞાન" ની અંતર્ગત મળેલ સ્પર્ધાત્મક પુસ્તક નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ શાળાના HTAT આચાર્ય અને હાલ સ્કુલ ઇન્સ્પેકટર શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS ની સ્કોલરશીપ એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે દર રવિવારનાં રોજ અને જાહેર રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી અને માર્ગદર્શન નિયમિત ધોરણે આપવામાં આવે છે.
31/12/2022
ધોરણ ૬ થી ૮ સા.વી. અને હિન્દી વિષય શિક્ષણ પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 7 વિષય - સામાજિક વિજ્ઞાન એકમ -13 આપતી વ્યવસ્થાપન અંતર્ગત ગુજરાત નાં નકશા આધારિત ભૂકંપ નું જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી બનાવવા ની પ્રવૃતિ કરવામાં આવી.
ધોરણ ૬ થી ૮ માં હિન્દી વિષયમાં ધોરણ 8 વિષય -હિન્દી એકમ -3 મત બાટો ઇન્સાન કો....અધ્યયન નિષ્પત્તિ આધારિત આરોહ અવરોહ સાથે કાવ્યગાન ની પ્રવૃતિ કરવામાં આવી.
25/12/2022
સમૂહ કવાયત ધોરણ ૩ થી ૮
શાળાના C.P.ED શિક્ષક અને પ્રભારી આચાર્યશ્રી હેતલબેન દ્વારા બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને સમૂહ કવાયત કરાવવામાં આવી. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે.
GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ મુજબ જેમા સમૂહ કવાયતનાં દાવ-પ્રણાયામ-યોગાસનનું શિક્ષણ આપવામાં આવે છે.
ધોરણ ૩ થી ૫ ગણિત વિષયની પ્રવૃતિઓ
ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા દ્વારા ગણિત વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી જેમાં ચાલુ માસમાં ધોરણ પ, પ્રકરણ - ૯ :- 'ખોખા અને રેખાચિત્રો' એકમ અંતર્ગત સમઘન બનાવવા આકૃતિની સમજ અને સમઘન પાસા બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં તમામ બાળકોએ ખુબ સરસ પ્રવૃત્તિ કરી હતી તેમજ સમઘન વિશેની પોતાની સમજ વધુ દ્રઢ બનાવી હતી.
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકેટીવિટી વિષય:- ભાષા
ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા STD. 1 & 2 Sub. English, Action song:- Early in the morning જેનું બાળકો શ્રવણ અને કથન કરે છે. ભાષા સજ્જતા અંતર્ગત પ્રવૃતિ કરાવવામાં આવી હતી. તેમજ ધો.૧ વિષય:- ગુજરાતી અક્ષર કાર્ડ ગોઠવીને વિવિધ શબ્દો બનાવે છે. ધો.૧ ચિત્રકામ કરે છે.
STD 6 TO 8 ENGLISH ACTIVITY
CRC કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા વર્ષ ૨૦૨૨-૨૩
શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત નાં માર્ગદર્શન નીચે તૈયાર કરેલ બંને કૃતિની રજૂઆત CRC કક્ષાએ કરવામાં આવી હતી. જેમાંથી વિભાગ ૪ ની કૃતિ:- લેઝર સેક્યુરીટી વિજેતા થયેલ છે. તેમજ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થયેલ છે. ઉપરોકત બંને કૃતિ માં શિક્ષકશ્રી સાથે બાળ વૈજ્ઞાનિક તરીકે વિંઝુડા અનિકેત,ભારાઈ ધીરજ, નકુમ ધ્રુવ તેમજ ભાલીયા ભોલો એ પોતાની પ્રતિભા બતાવી હતી.
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકટીવીટી વિષય:- ગણિત
ધોરણ ૧ અને ૨ માં ગણિત વિષય શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા એકમ આઠ:-આંગળીઓ, વેત, હાથની લંબાઈ અને પગનાં પંજા થી લંબાઇનો અંદાજ કાઢી માપી શકાય છે. તે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
એસ.એમ .સી સભ્યો સાથે SMDC TRAINING (તા:-૧૬.૧૨.૨૦૨૨) તેમજ શાળા બહારના બાળકોની સર્વે તાલીમ (તા:-૨૯.૧૨.૨૦૨૨)
એસ.એમ .સી સભ્યો સાથે SMDC TRAINING નું આયોજન રાજય કક્ષાએ થી કરવામાં આવેલ હતું જે અંતર્ગત મોટી વાવડી પ્રા.શાળાનાં SMC સભ્યો સાથે આજ રોજ તા:-૧૬.૧૨.૨૦૨૨ નાં રોજ તાલીમમાં ભાગીદારી નોધાવામાં આવી હતી.
તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨-૨૩ માં વિજેતા:-
શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત નાં માર્ગદર્શન નીચે તૈયાર કરેલ કૃતિ લેઝર સેક્યુરીટી તાલુકા કક્ષાએ વિજેતા થયેલ છે અને જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થયેલ છે. આ કૃતિ માં શિક્ષકશ્રી સાથે બાળ વૈજ્ઞાનિક તરીકે નકુમ ધ્રુવ ધોરણ ૮ અને ભાલીયા ભોલો એ પોતાની પ્રતિભા બતાવી હતી.