જુન ૨૦૨૩ નાં માસમાં શાળા ખુલતા જ બાળકો શાળાએ નિયમીત આવતા થાય તે માટે સતત ૩ દિવસ વગર રજાએ જાણ કર્યા વગર શાળાએ ગેર હાજર રહેનાર બાળકોનો DOOR TO DOOR સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી બાળકો શાળાએ પ્રથમ સત્રના પ્રથમ માસ અને પ્રથમ દિવસથી જ નિયમિત શિક્ષણ કાર્યમાં ભાગ લેતા થાય.
29/06/2023
PM POSHAN (MID-DAY MEAL)
આપણા દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના ઘણા એવા પરિવારો છે જેઓ તેમના બાળકોને યોગ્ય રીતે ખવડાવી શકતા નથી. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે અને તેમને બાળપણ વિતાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, હવે કેન્દ્ર સરકારે કુપોષણની સમસ્યાને રોકવા માટે એક યોજના શરૂ કરી છે, જેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના છે. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે આ યોજનાનો લાભ લેતા બાળકો
ધોરણ ૩ થી ૫ પર્યાવરણ વિષય પ્રવૃતિઓ
ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી મારૂ પ્રવીણભાઈ દ્વારા ધોરણ ૩ નાં પર્યાવરણ વિષય અંતર્ગત બાળકોને વિવિધ પર્ણનો પરિચય આપવા માટે તેમજ તેમના આકાર,કદ,અને અન્ય બાબતોથી પરિચિત કરવા માટેની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન પ્રયોગ
ધોરણ ૬ થી ૮ નાં ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઈ દ્વારા અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ વિજ્ઞાનના પ્રયોગ કરાવવામાં આવ્યા હતા જેથી વિજ્ઞાન વિષયના કઠીન બિંદુનો મહાવરો કરવામાં આવ્યો હતો.
પ્રયોગનું નામ:- ખાદ્ય પદાર્થો નું પરિક્ષણ ધોરણ 6
ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષણ પ્રવૃતિઓ:- (ખેડૂતનાં ઘરની મુલાકાત ખેત ઓજારોની સમજ)
ધોરણ ૬ થી ૮ નાં વિષય શિક્ષક દ્વારા વિષયને અનુરૂપ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ ખેડૂત નાં ઘરે વિવિધ ખેત ઓજારોની મુલાકાત માટે વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા. વિષય શિક્ષક:-અગ્રાવત જનકભાઈ
ધોરણ ૬ થી ૮ સા.વી. વિષય શિક્ષક પ્રવૃતિઓ
જ્ઞાનકુંજ વર્ગ ધોરણ 8 પ્રવૃત્તિ વિષય -સામાજિક વિજ્ઞાન એકમ -1 "ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસન ની સ્થાપના" અંતર્ગત ભારત આવવાનો નવો જળમાર્ગ તેમજ યુરોપ નાં વિવિધ દેશો માંથી આવેલ યુરોપિયન દેશોની પ્રજા અને તેમના ભારત આવવાના ઉદ્દેશો અને તે બધી વિદેશી પ્રજા માંથી અંગ્રજો દ્વારા ભારત માં સતા સ્થાપવા માટેના થયેલ પ્રયત્નો માટે અપનાવેલ કૂટનીતિ અને ભારત દેશ ના વહીવટી તંત્ર નાં વિસ્તૃતી કરણ માટે થયેલ વહીવટી સુધારાઓ તેમજ ગવર્નર જનરલ ને બ્રિટિશ સંસદે આપેલ વિશેષાધિકારો દ્વારા થયેલ ફેરફારો ને gshala માધ્યમ થી ચિત્રો, વિશ્વ નો નકશો,ચાર્ટ અને એનિમેશન વિડીયો નાં ઉપયોગ થી વિદ્યાર્થીઓ ની સહભાગીદારિતા દ્વારા એકમ ની વિસ્તૃત સમજ આપવામાં આવી. વિષય શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટડિયા
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા (ભાષા) શિક્ષણ પ્રવૃતિઓ:-
ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા ધોરણ ૨ નાં બાળકોને પિક્ચર પઝલ ની ગોઠવણી કરી ને પક્ષી ચિત્ર બનાવવાની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
ધોરણ ૩ થી ૫ હિન્દી વિષય પ્રવૃતિઓ:-
ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા દ્વારા ધોરણ પ માં વિષય - હિન્દી અને વિષ્યાંગ :- ગિનતી અંતર્ગત બાળકોને લર્નિંગ મટીરીયલ દ્વારા સમાજ આપવામાં આવી હતી જેથી બાળકોની સમજ વધુ દ્રઢ બનાવી શકાય.
ધોરણ ૩ થી ૫ ગણિત વિષય પ્રવૃતિઓ:-
ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી મારું પ્રવીણભાઈ દ્વારા ધોરણ 3 વિષય ગણિત, વિષયાંગ ક્યાંથી જવું... પાઠ દ્વારા વિવિધ પ્રકારના મોહરા નું નિર્માણ તથા ચિત્ર ચીપક કામગણિત વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી જેમાં તમામ બાળકોએ ખુબ સરસ પ્રવૃત્તિ કરી હતી તેમજ પોતાની સમજ વધુ દ્રઢ બનાવી હતી.
ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને Std 6 unit 1 where were you Activity 3 dialogue in pair નું વિષયવસ્તુનું નિરૂપણ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવ્યું
વાલી મિટીગ અને દ્રિત્ય પેપર ચકાસણી અને પરિણામ:-૨૦૨૨-૨૩
શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રીત્યસત્ર ૨૦૨૨-૨૩ ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષા એ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામથી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળાના HTAT આચાર્ય વાળા નિર્મળસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતું.