ધોરણ ૧ અને ૨ માં
ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા ધો.૨ વિષય: ગુજરાતી, જમીન પર,
પાણીમાં અને હવામાં ચાલતા વાહનો નું વર્ગીકરણ. ની પ્રવૃત્તિ
કરાવવામાં આવી હતી.
31/10/2023
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા (ભાષા) શિક્ષણ પ્રવૃતિઓ:-
પ્રથમ સત્રાંત્ર પરીક્ષા Allocating And Planning ૨૦૨૩-૨૪
પરીક્ષામાં ભોંયતળિયા પર ચોક થી સીટ
નંબર લખવા અને બાળકો ત્યાં બેસે તેના કરતા ડિજિટલ ઉપયોગ દ્વારા ડેસ્ક પર
વિદ્યાર્થીની સીટ નંબર સ્ટીકર દ્વારા લગાવવામાં આવ્યા.. ધોરણ 3 થી 5 નું સ્ટીકર કોડ વાઇટ કલર અને 6 થી 8 માં ગુલાબી કલર સાથેના કલર
કોડમાં રાખવામાં આવ્યા સાથોસાથ GCERT ની સુચના મુજબ જીગ્જેગ
મુજબની બેઠક વ્યવસ્થા. (2018 થી સતત આ રીતે પરીક્ષાખંડ માં થતી કામગીરી)
UCO BANK-SUPEDI આયોજિત નિબંધ સ્પર્ધા ૨૦૨૩-૨૪
UCO બેન્ક સૂપેડી દ્વારા સતર્કતા જાગૃક્ત્તા સપ્તાહ "Vigilance Awareness week" અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ આ અંતર્ગત નિબંધ સ્પર્ધા નું આયોજન શાળા
કક્ષાએ કરવામાં આવેલું હતું. જેમાં UCO BANK સૂપેડી
નાં બેંક મેનેજર દ્વારા રૂબરૂ મુલાકાત અને માર્ગદર્શન શાળાના બાળકોને આપવામાં આવેલ
હતું. બાળકોએ પણ ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના સંચાલન અને વ્યવસ્થાની કામગીરી શાળાના આચાર્યશ્રી નિર્મળ સિંહ વાળા અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકશ્રી અસ્મીતાબેન ઝણકાત દ્વારા કરવામાં આવી હતી.
ઉપરોકત સ્પર્ધામાં નીચે મુજબના વિદ્યાર્થીઓનો
વિજેતા ક્રમ રહ્યો હતી.
પ્રથમ કર્માંક ખોખર તાની ગુલાબભાઈ ધોરણ ૮
દ્રુત્ય ક્રમાંક પારઘી સ્નેહલ હિતેન્દ્રભાઈ ધોરણ ૮
તૃત્ય ક્રમાંક બસિયા સાક્ષી કેતનભાઈ ધોરણ 7
ધો:- ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિ
ધોરણ:-
૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન માં વિષય શિક્ષક અસ્મિતાબેન ઝણકાત દ્વારા વર્ગખંડમાં અભ્યાસક્રમ ને અનુરૂપ અધ્યયન
નિષ્પતિ સિધ્ધ થાય તે માટે વિવિધ પ્રોજેકટ વર્ક કરવામાં આવ્યું હતું.
વિષય:-
ધોરણ :-૬ મહાજનપદ અને રાજધાની
સાથોસાથ બાળકોમાં લોકશાહીના મુલ્યો પ્રસ્થાપિત થાય તે માટે શાળા કક્ષાએ વર્ગ ચુંટણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે વિષય - હિન્દી " ભરત" નાટ્યકરણ દ્વારા પાઠની
રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધોરણ ૮ માં અંગ્રેજી વિષયમાં પણ વાદ-સંવાદની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અને ધોરણ ૬ માં UNIT-4 અંતર્ગત પ્રોજેકટ વર્ક કરાવવામાં આવ્યું હતું.
સાક્ષરતા અભિયાન
ગામ્ય કક્ષાએ ૧૫ થી ૩૫ વર્ષનાં નિરીક્ષરોને સાક્ષરતા અભીયાન અંતર્ગતની કામગીરી શાળાના શિક્ષકશ્રી જસ્મીનાબેન અઘેરા, અલ્પાબેન ગોવાણી તેમજ હંસાબેન ગોહેલ દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત નિરીક્ષરોની યાદી પૈકીનાં નિરક્ષરોને વાચન, ગણન અને લેખનનો મહાવરો DOOR TO DOOR સંપર્ક કરીને કરાવવામાં આવ્યો હતો.