શાળા બહારના બાળકો નો સર્વે :-
ડિસેમ્બર - ૨૦૧૮ માં શાળા પરિવાર દ્વારા શાળા બહાર ના ૬ થી ૧૪ વર્ષના બાળકો નો સર્વે હાથ ધરવામાં આવેલ હતો. જેમા શાળા ના મુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ તેમજ શાળાના શિક્ષકો ધિરૂભાઇ ગોપાણી, દિવ્યેશભાઇ કોટડીયા, જનકભાઇ અગ્રાવત, અઘેરા જસ્મિનાબેન, હેતલબેન કાછડ, ગોહેલ હંસાબેન, જીવાણી પ્રવિણાબેન દ્વારા મોટી વાવડી ગામ અને સીમ વિસ્તાર માં DOOR TO DOOR સર્વેની કામગીરી કરવામાં આવેલ હતી. સાથે જ શાળાબહાર ના બાળક ને શાળા માં દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમા શાળાની એસ.એમ.સી. ના સભ્યો તેમજ ગામના સ્થાનિક સ્વરાજય ની સંસ્થાના સભ્યો તેમજ ગામના આગેવાનો અને સરપંચશ્રી દ્વારા સંપુર્ણ સાથ અને સહયોગ આપવામાં આવેલ....