શાળા કક્ષાએ તા:-23.03.2024 ના રોજ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાના અનુભવો શેર જકરવામાં આવ્યા હતા તેમજ શિક્ષણગણ દ્વારા પણ બાળકોને સુમધુર વિદાય આપવામાં આવી હતી સાથોસાથ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી
31/03/2024
તાસ પધ્ધતિ (કાર્યાનુંભવ અને કોમ્પ્યુટર)
GCERT ના પત્ર
ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ
૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુખ્ય શિક્ષક વાળા
નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને કાર્યાનુંભવ અને કોમ્પ્યુટર જેવા
વિષય ના તાસ દ્વારા કોમ્પ્યુટર ના જુદા જુદા સોફટવેર અને હાર્ડવેર અને તેના ઉપયોગ
ની સમજ તેમજ કાર્યનુભવ વિષય અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ કઇ રીતે બાંધવો અને ફરકાવવો તેનુ
પ્રશિક્ષણ સમજ અને માર્ગદર્શન.
NMMS, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ EXAM પૂર્વ તૈયારી વર્ષ:- 2023-24
શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત 6 વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૨ સુધીમાં ૭ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS તેમજ જ્ઞાન સાધનાની સ્કોલરશીપ એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે રાજય કક્ષાએ થી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ ને બાળકો દ્વારા નિયમિત જોવામાં આવે છે.
ધોરણ 3 થી 5 ગણિત વિષય પ્રવૃતિઓ
ધોરણ 3 થી 5 માં
ગણીત વિષયની વિવિધ પ્રવૃતિઓ ગણિત વિષય શિક્ષક
દ્વારા કરવવામાં આવેલ હતી. અધ્યયન નિષ્પત્તિઓ ને સરળ સમજ આપવામાટે જે ખૂબ
ઉપયોગી બની હતી.
માર્ગદર્શક શિક્ષકશ્રી :- અંકિતભાઈ ડાંગર
ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં
શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન
દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ
સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.
વાલી સંપર્ક
શાળા કક્ષાએ અનિયમિત
બાળકોનો નિયમિત વાલી સંપર્ક કરવામાં આવે છે જે અંતર્ગત આ માસમાં શાળાના શિક્ષકશ્રી
હંસાબેન ગોહેલ દ્વારા પોતાના વર્ગના અનિયમિત અને સતત ગેરહાજર બાળકોનો વાલી સંપર્ક
કરવામાં આવ્યો હતો.
શારીરિક શિક્ષણ, ચિત્ર શિક્ષણ :-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે
સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળાકક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના
તાસ માં બાળકોને શા.શી. ની માસ પિટ્ટી સમૂહ કવાયત
કરાવવામાં આવે છે. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો
છે. કાર્યનુભવ વિષ્યના શિક્ષણ ના કારણે બાળકો રાષ્ટ્ર ધ્વજ ને બાધતા શીખે છે. અને
નાના-મોટા ઘર ના કમો મા સામેલગીરી કેળવે છે.
માર્ગદર્શક શિક્ષક:- નિર્મળસિંહ બી વાળા