31/12/2023

શાળા મુલાકાત ટીડીઓ સાહેબશ્રી-ધોરાજી

                                       વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023-24 ની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમની તૈયારીના ભાગ સ્વરૂપે ધોરાજી તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા શાળાની શુભેચ્છા લેવામાં આવી હતી જે અંતર્ગત શાળાના વર્ગખંડની મુલાકાત લેવામાં આવી તેમજ બાળકો અને શિક્ષક મિત્રો સાથે શૈક્ષણિક ચર્ચા કરવામાં આવી હતી.







 

બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ

                                   શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું  મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામથી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો  દ્વારા કરવામાં આવ્યુ હતું.  














ધોરણ ૬ થી ૮ સા.વિ. શૈક્ષણિક એકટીવીટી:-

                                                                 ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી ઝણકાત અસ્મિતાબેન  દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ સાથો સાથ સા.વી. વિષય ને અનુરૂપ વિવિધ પ્રોજેકટ કારી કરવામાં આવેલ હતું.






ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-

                      ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારા બાળકો  ને સરળતાથી  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ કરી  અને  મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-૬/૭/૮ ના એકમના અનુસંધાને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી. 







ધોરણ 3 થી 5 પર્યાવરણ વિષય પ્રવૃતિઓ

        ધોરણ 3 થી 5 માં પર્યાવરણ વિષય અંતર્ગત ધોરણ 3 માં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી જેમાં બાળકો દ્વારા પોતાના કુટુંબ, ગામ વિષે માહિતી આપવામાં આવી હતી 

માર્ગદર્શક શિક્ષક શ્રી:- ભરતભાઇ નકુમ           

             





પ્રજ્ઞા અને બાળવાટીકા પ્રવૃતિઓ

                             ધોરણ ૧ અને ૨ માં તેમજ બાળવાટીકામાં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી અને ગણિત શિક્ષકશ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા ધોરણ ૧ અને ૨ માં તેમજ બાળવાટીકામાં વિવિધ પ્રવૃતિઓનું (વાંચન કાર્ડ,ગણિત ગમ્મત,રંગપૂરણી) આયોજન કરવામાં આવેલ હતું.


માર્ગદર્શક શિક્ષક:-
 પ્રવિણાબેન જીવાણી

માર્ગદર્શક શિક્ષક:- અલ્પાબેન ગોવાણી







NMMS, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ EXAM પૂર્વ તૈયારી વર્ષ:- 2023-24

 શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત 6 વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૨ સુધીમાં ૭ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે રાજય પરિક્ષા  બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS તેમજ જ્ઞાન સાધનાની સ્કોલરશીપ  એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે રાજય કક્ષાએ થી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ ને બાળકો દ્વારા નિયમિત જોવામાં આવે છે.

માર્ગદર્શક:- નિર્મળસિંહ બી. વાળા 








MDM

           શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે  માટે શાળામાં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ  શીખે  તે  માટે  મધ્યાહન  ભોજન  લેતા  પહેલા  હાથ  ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે. 









શારીરિક શિક્ષણ, ચિત્ર શિક્ષણ :-

                                    બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળાકક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને  શા.શી. ની માસ પિટ્ટી સમૂહ કવાયત કરાવવામાં આવે છે. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે. કાર્યનુભવ વિષ્યના શિક્ષણ ના કારણે બાળકો રાષ્ટ્ર ધ્વજ ને બાધતા શીખે છે. અને નાના-મોટા ઘર ના કમો મા સામેલગીરી કેળવે છે. 

માર્ગદર્શક શિક્ષક:- નિર્મળસિંહ બી વાળા 












સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24

                                  સૂર્યનમસ્કાર 12 આસનોની સરળ શ્રેણી છે. સૂર્યદેવને દેવોમાં સૌથી અગ્રીમ દરજ્જો આપવામાં આવે છેસૂર્ય દેવ વગર પૃથ્વી ઉપર જીવન શક્ય બની શકે નહીંઆથી સૂર્યદેવનો આભાર માનવા તેમજ તન અને મનની તંદુરસ્તી માટે સૂર્યનમસ્કાર ખૂબ જ ઉપયોગી બની છે. શાળા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું







શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો