31/08/2022
પ્રજ્ઞા એકટીવીટી :-
27/08/2022
સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષણ (લર્નિંગ મટીરીયલ, QR CODE)
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ્ય પુસ્તક ની પ્રવૃતિ 2.2 અંતર્ગત વિદ્યાર્થી ઓ learning materiyal ભારત ના નક્શા નો ઉપયોગ કરીને આદિમાનવ ના વસવાટ નાં સ્થળો ,પ્રાચીન ગામ,ગુફાઓ,આધુનિક શહેરો નાં સ્થળો અને સ્થાન ગોતવાની પ્રવૃતિ કરવામાં આવી અને પાઠ્ય પુસ્તક માંથી diksha app માંથી Q.R . Code સ્કેન કરીને મુદ્દાની વિશેષ સમાજ કેવી રીતે મેળવવી તેની સમજ આપવામાં આવી
માર્ગદર્શક શિક્ષક શ્રી:- દિવ્યેશભાઈ કોટાડિયા)
MDM
શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળા માં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ શીખે તે માટે મધ્યાહન ભોજન લેતા પહેલા હાથ ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે. (MDM ચકાસણી કરનાર શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટાડિયા)
પ્રજ્ઞા એકટીવીટી :-
શાળા કક્ષાએ ધોરણ:-૧/૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૧/૨ માં ગણિત વિષય ની જુદી -જુદી પ્રવૃતિઓ એકમ અને વિષય મુજબ પ્રજ્ઞા શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા કરાવવામાં આવી હતી.
14/08/2022
15 AUGUST (Independence Day) 2022
15મી ઓગસ્ટે ભારત તેનો 76મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યું છે.આજના ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જેને આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. આ પવિત્ર અવસર પર આપણે તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીશું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ બલિદાનોને કારણે જ આપણને સેંકડો વર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી છે. શ્રી મોટી વાવડી શાળા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સિંહ દિવસની ઉજવણી ૨૦૨૨
સોૈ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યાર બાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩ થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે. ગયા વર્ષે સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં શાળાનાં બાળકો સહિત ૧૧ લાખ લોકોને જોડવામાં આવ્યા હતા.
એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે નવાબે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. સિંહો એ સોૈરાષ્ટ્ર - ગુજરાતની શાન છે. હાલ સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે અને છેલ્લે ર૦ર૦ માં અવલોકન કરવામાં આવ્યુ તે મુજબ ૬૭૪ સિંહોની વસતી જોવા મળી છે પરંતુ સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે.
વર્ષ | સિંહોની સંખ્યા |
૧૯૯૦ | ર૮૪ |
૧૯૯પ | ૩૦૪ |
ર૦૦૧ | ૩ર૭ |
ર૦૦પ | ૩પ૯ |
ર૦૧૦ | ૪૧૧ |
ર૦૧પ | પર૩ |
ર૦ર૦ | ૬૭૪ |
રક્ષાબંધન ઉજવણી તથા રાખડી સ્પર્ધા ૨૦૨૨
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે વિવિધ તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે તે પૈકી રક્ષાબંધન નાં પ્રવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગદર્શક શિક્ષક:- ગોહેલ હંસાબેન, અઘેરા જસ્મીનાબેન
09/08/2022
ACTIVITY BASED LEARNING (ધોરણ ૪ , વિષય પર્યાવરણ)
"ACTIVITY BASED LEARNING" Activity-Based Learning (ABL) is a methodology where children learn at their own pace through various supervised activities. It is a more engaging and interactive way of teaching children. It allows for monitoring factors such as speech, coordination, social skills, and motor skills, amongst other key factors.
ધોરણ ૪ , વિષય પર્યાવરણ ,પ્રકરણ ૨ કાન થી કાન...(માર્ગદર્શક શિક્ષક:- અઘેરા જસ્મીનાબેન)
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શાળા અને ગ્રામ્ય કક્ષાએ મોટીવાવડી શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતા જે કાર્યક્રમોમાં આઝાદી કા અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને તિરંગા ના ગીતો નો ઉત્સવ મનાવવામાં આવ્યો, ત્રિરંગાનું નિર્માણ સ્પર્ધા, રાષ્ટ્રધ્વજ નું મહત્વ, ઈતિહાસ, સંકલ્પ પત્ર અને પ્રભાતફેરીનું આયોજન શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.