શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે મોટીવાવડી પ્રાથમિક શાળા માં રાજ્ય નાં નાયબ વન સરક્ષક શ્રી તુષારભાઈ પટેલ સાહેબ,ધોરાજી પ્રાંત અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર શ્રી લીખીયા સાહેબ, ધોરાજી તાલુકાના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ , ધોરાજી તાલુકાના બી આર સી શ્રી અમિત ભાઈ વિરોજા સાહેબ , સી આર સી શ્રી શૈલેશ ભાઈ બોરીચા તથા સુરેશ ભાઈ તથા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ભાવના બેન કોરડીયા , ગ્રામ પંચાયત નાં ઉપ સરપંચ વજુબાપા ચીકાણી,તલાટી મંત્રી શ્રી લલિત ભાઈ સોલંકી , ગ્રામ પંચાયત નાં સભ્ય શ્રીઓ, SMC મોટી વાવડી નાં સભ્યો, ગ્રામ જનો,ગામ ની સેવા કીય પ્રવૃતિ સાથે જોડાયેલી સંસ્થા ઓ, હાઇ સ્કૂલ નો સ્ટાફ ગણ વાલી શ્રી ઓ એ ધોરણ 1 માં અને આંગણવાડી નાં બાળકોને પ્રવેશ આપવ્યો અને CRC સુપડી ને ક્લસ્ટર નો રિવ્યૂ મીટીંગ કરવામાં આવી તેમજ સરકાર શ્રી નાં શિક્ષણ નાં કાર્યક્રમો ની સમીક્ષા કરીને શાળા ની સિધ્ધિ ઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા .
30/06/2022
અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત
અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામક ના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી / SCHOOL INSPECTOR નિર્મળસિંહ વાળા તેમજ શાળા પરિવાર ના શિક્ષકમિત્રો દ્વારા બાળકોને આપવામાં આવી હતી. જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.
NMMS EXAM નાં પરિણામ માં ભવ્ય સફળતા
NMMS પરીક્ષા પરિણામ 2021 માં શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ભવ્ય સફળતા 3 વિદ્યાર્થીઓનો રાજયના મેરિટ માં સમાવેલ થયો છે...
1. NENSI PRAKASHBHAI MARDIYA MARKS:- 123
2. PAYAL JAYANTIBHAI VADGAMA MARKS:- 114
3. BHARGAV MAHENDRABHAI KHANDHAR MARKS:-111
સતત ચાર વર્ષથી રાજ્યના મેરીટમાં સ્થાન મેળવતી શાળા એટલે ધોરાજી તાલુકાની મોટીવાવડી પ્રા. શાળા મેરિટ માં આવનાર વિદ્યાર્થીઓ ને રૂપિયા 48,000 પુરસ્કારની રકમ મળવાપાત્ર થયા છે.2022 નાં રાજ્ય કક્ષામાં NMMS EXAM નાં મેરિટ લિસ્ટમાં ધોરાજી તાલુકાના કુલ 9 વિદ્યાર્થીઓ નો સમાવેશ થયેલ છે તેમાંથી 3 વિદ્યાર્થીઓ શ્રી મોટી વાવડી પ્રા.શાળાના છે. આ 9 વિદ્યાર્થી પૈકી પ્રથમ 3 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ શ્રી મોટી વાવડી પ્રા.શાળાના છે. તે બદલ NMMS પરીક્ષાની તૈયારી કરાવનાર HTAT આચાર્ય/સ્કૂલ ઇન્સ્પેકટર નિર્મળસિંહ વાળા તેમજ સમગ્ર શાળા પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છાઓ....
ધોરણ ૫ ચિત્ર સ્પર્ધા
ધોરણ ૫ નાં વર્ગશિક્ષક શ્રી અઘેરા જસ્મીનાબેન દ્વારા ધોરણ ૫ નાં બાળકો માટે વર્ગખંડમાં શાળા તત્પરતાનાં ભાગરૂપે વર્ગખંડ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ ૬ થી ૮ માં G-SHALA નાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત શિક્ષણ કાર્ય
ધોરણ ૬ થી ૮ માં સા.વિ. શીક્ષક શ્રી દિવ્યેશભાઈ કોટડીયા દ્વારા સા.વી. વિષયનું દ્રશ્ય-શ્રાવ્ય માધ્યના ઉપયોગથી G-SHALA નાં વિષયવસ્તુને જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત બાળકોને વિષય શિક્ષણ જ્ઞાન આપવામાં આવ્યું. જેમાં બાળકોને પ્રથમ એકમ"રાજપૂત યુગ" ની સમજ ગમ્મત સાથે જ્ઞાન દ્વારા આપી સા.વી.નાં શિક્ષણ મેળવવાનો આનંદ આવ્યો હતો.
અંગ્રેજી/સંસ્કૃત વિષયનું ધોરણ ૬ થી ૮ માં G-SHALA નાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત શિક્ષણ કાર્ય
ધોરણ ૬ થી ૮ માં ભાષા શીક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા અંગ્રેજી/સંસ્કૃત વિષયનું દ્રશ્ય-શ્રાવ્ય માધ્યના ઉપયોગથી G-SHALA નાં વિષયવસ્તુને જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું જેમાં બાળકોને અંગ્રેજી શિક્ષણ રમતા રમતા અને ગમ્મત સાથે અંગ્રેજી/સંસ્કૃત શિક્ષણ મેળવવાનો આનંદ આવ્યો હતો.
ધોરણ ૪ ગણિત પ્રકરણ ૧ ઇટોની ઈમારત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
ધોરણ ૪ નાં ગણિત વિષયના પ્રથમ એકમ "ઇટોની ઈમારત" એકમમાં ગણિત વિષય શિક્ષક અઘેરા જસ્મીનાબેન દ્વારા બાળકોને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપીને એકમની સમજ આપવામાં આવી હતી.
21 જુન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
તા:-૨૧ જુન ૨૦૨૨ નાં રોજ વિશ્વ યોગ દિન નિમિત્તે શાળા કક્ષાએ યોગ દિનની ઉજવણી કરવામાં આવે જેમાં ધોરણ ૩ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતી તેમજ હાઈસ્કુલના શિક્ષકગણ પણ હાજર રહ્યો હતો
ધોરણ ૧ વિદ્યા પ્રવેશ
શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧ નાં બાળકો માટે શાળા કક્ષાએ વિધાપ્રવેશ કાર્યક્રમાં અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળાના પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું