30/11/2018

વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ

વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ:-
                                      શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું બાહ્ય મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળા કક્ષા એ  દ્રિત્યસત્ર ની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકો ની ખુબી અને ખામીથી તે વાકેફ થયા.













લેશન ડાયરી (એક નવતર પ્રયોગ )

લેશન ડાયરી :- (એક નવતર પ્રયોગ )


                                                                              શાળાકક્ષા એ બાળકોના ગૃહકાર્ય ની નોંધ અને તે બાબતની નિયમિતતા માટે તેમજ શાળામાંથી આપવામાં આવેલ ગૃહકાર્ય ની જાણ વાલીઓને થાય અને બાળકો નિયમિત ગૃહકાર્ય કરીને આવે તે માટે વાલીઓ અને શિક્ષકો ની સંયુકત જવાબદારી ના ભાગરૂપે શાળામાં લેશન ડાયરી નો એક પ્રયોગ શાળા કક્ષાએ કરવામાં આવ્યો જેમા ગામના જ વડીલ એવા શ્રી પ્રવિણચંદ્ર મણવર સાહેબ દ્વારા એંકે રૂપિયા ૫૦૦૦ નું દાન શાળા ને આપવામાં આવેલ હતુંં જે બદલ શાળા પરિવાર તેમનો આભારી રહેશે.....








SMC મિટીંગ અને તાલીમ

SMC મિટીંગ અને તાલીમ :- 


                                           શાળાકક્ષા એ શાળાના સુસંચાલન અને શાળાના વિકાસ તેમજ શાળાની આગામી આયોજન માટે SMC મિટીંગ ખુબ જ આવશ્યક અને જરૂરી છે. જે એક શ્રેષ્ઠ શાળાનો પાયો છે. શાળા કક્ષાની જરૂરિયાત અને તેના માટેની કામગીરી, ગ્રામ કક્ષાનો સામાજીક,આર્થીક સહયોગ અને વાલીઓ માં જાગૃત્તા માટે શાળા કક્ષાએ નિયમિત અને સમયસર SMC મિટીંગ રાખવામાં આવે છે. જેમા સભ્ય સચિવ તરિકેની કામગીરી શાળાના આચાર્યશ્રી વાળાનિર્મળસિંહ દ્વારા બજાવામાં આવેલ હતી. 





ગણિત-વિજ્ઞાન કીટ (NCERT) અને વિજ્ઞાન પ્રોયોગશાળા ઉપયોગ

ગણિત-વિજ્ઞાન કીટ (NCERT)  અને વિજ્ઞાનપ્રોયોગશાળા ઉપયોગ:- 
                                 શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાંં આવે છે. જેમાં શાળાના ધોરણ :- ૬ થી ૮ ના બાળકો ને સ્લાઇડ દ્વારા વિવિધ કોષીય માહીતી તેમજ વિજ્ઞાન ની કીટ ના વિવિધ સાધનોનો ઉપયોગ  અને પરિચય આપવામાં આવે છે. 







NMMS પુર્વ તૈયારી

NMMS પુર્વ તૈયારી :- 
                                             રાજય પરિક્ષા  બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS ની સ્કોલરશીપ  એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા બાળકો ને શાળા સમય પહેલા ૦૧.૧૫ કલાક અને જાહેર રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી અને માર્ગદર્શન નિયમિત ધોરણે આપવામાં આવે છે. 







જ્ઞાનકુંજ

જ્ઞાનકુંજ:- 
                                                         શાળા કક્ષા એ ધોરણ ૬ થી ૮ માં જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા બાળકોને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે જેમાં વિવિધ સંકલ્પનાઓ દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. તેમજ એકમ કસોટી અને ઉઅપચારત્મક કાર્ય પણ કરાવવામાં આવેલ છે. 









પ્રજ્ઞા વર્ગ એકટીવીટી

પ્રજ્ઞા વર્ગ એકટીવીટી:- 
                                                              શાળા કક્ષા એ પ્રવૃતિ દ્વારા જ્ઞાન અભિગમ સંદર્ભે ધોરણ :- ૧ અને ધોરણ :- ૨ માં બાળકોને વર્ગ માંં વિભિન્ન પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. 









શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો