30/11/2024

                                       શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમ સત્ર વર્ષ:- ૨૦૨૪-૨૫ ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું  મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામથી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો  દ્વારા કરવામાં આવ્યુ હતું.  





















શૈક્ષણિક પ્રવાસ:- (શીતાલામાં નાં મંદિર વાડી વિસ્તાર-મોટી વાવડી)

                                                                           તા;- ૩૦.૧૧.૨૦૨૪ નાં રોજ બાલવાટિકા થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં અવાયું હતું. જેમાં મોટી વાવડી વાડી વિસ્તાર ખાતે આવેલ શીતળામા ના મંદિરે બાળકો માટે કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ધોરણ ૬ નાં બાળકો માટે ભાષા, ધોરણ ૭ નાં બાળકો માટે વિજ્ઞાન અને ધોરણ ૮ નાં બાળકો માટે સા.વી વિષયની કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.







મુખ્યમંત્રી જ્ઞાન સેતુ- જ્ઞાન સાધના પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪

                                                                          શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી વેકેશનમાં, જાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે. 









શાળાને મળેલ ભેટ/દાન (સબમર્શીબલ- પંપ)

                                                   શાળા કક્ષાએ બાળકોના પીવાના પાણી અને વપરાશના પાણી માટે શાળાને ફાલ્કન કંપની નાં સબમર્શીબલ- પંપ નું દાતાશ્રી તરફથી અનુદા આપવામાં આવેલ હતું. જેની કીમત અંકે રૂપિયા એકવીસ હજાર પુરા છે. સાથોસાથ ગ્રામજનોના સહકાર થી તેનું ફિટિંગકામ પણ સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવેલ હતું 





શૈક્ષણિક મુલાકાત (આરોગ્ય કેન્દ્ર-મોટી વાવડી)

                                                   શાળા કક્ષાએ સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અસ્મિતાબેન ઝણકાત દ્વારા તેમજ ભાષા શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા બાળકોને અભ્યાસક્રમ આધારિત આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત MPHW મયુરભાઈ ભૂત દ્વારા બાળકોને આરોગ્ય વિષયક સમાજ આપવામાં આવી હતી.





બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ

                                                                    ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.








ધોરણ ૩ થી ૫ ગણિત-પર્યાવરણ વિષય પ્રવૃતિઓ

                                                                                 ધોરણ ૩ થી ૫ માં ગણિત- પર્યાવરણ શિક્ષકશ્રી ભરતભાઈ નકુમ દ્વારા વિવિધ પ્રોજેકટ કાર્ય અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પર્યાવરણ અને ગણિત વિષયમાં ઊંડાણ પૂર્વક ની સમજ આપવામાં આવી હતી.








ધોરણ ૩ થી ૫ ભાષા શિક્ષણની પ્રવૃતિઓ

                                                                              ધોરણ 3 થી 5 માં ભાષા શિક્ષક શ્રી અગ્રાવત સંજનાબેન દ્વારા ભાષા શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી જે અંતગર્ત બાળકોમાં કઠીન બિંદુનો મહાવરો કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.









શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો