આજના
સમયમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં એવા લોકો મળશે, જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા
છે અને કામ કરી રહ્યા છે. પણ આવા સમયમાં કેટલાક વ્યક્તિ એવા પણ છે જે
નિસ્વાર્થભાવે લોકોની મદદ કરી રહ્યા છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને સક્ષમ
બનવામાં મદદ કરી રહ્યા છે.
શ્રી મોટી વાવડી ગામના મૂળવતની અને હાલ
અમદાવાદ ખાતે રહેતા શ્રી ભૂપેશભાઈ કૃષ્ણદાસભાઈ કોરડીયા દ્વારા પોતાના જન્મભૂમિ અને
પોતે જે શાળામાં અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળાના બાળકોના શૈક્ષણીક વિકાસ માટે શાળાને અંકે રૂપિયા:- 84,252 નો સ્માર્ટકલાસ અને શાળાના
વિદ્યાર્થીનીઓની સુરક્ષા-સલામતી, શાળા પરિસર અને ભૌતિક સુવિધાની સલામતી અર્થે અંકે
રૂપિયા:- 1,27,469 ના શાળામાં કુલ 16 CCTV
કેમેરા રૂપે દાન-ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આમ કુલ મળીને શાળાને
અંકે રૂપિયા:- 2,11,721 નું દાન-ભેટ સાધન સામગ્રીરૂપે મળેલ છે,
આ શૈક્ષણીક દાન સમર્ગ શાળા પરિવારના શૈક્ષણીક કાર્ય અને સહ-શૈક્ષણીક કાર્ય કરવાના જુસ્સામાં
ખૂબ ફળદાયી સાબિત થશે. જે બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)
તેમનો હમેશા માટે ખૂબ આભારી રહેશે.
![]() |
શાળા પરિવારને અમૂલ્ય દાન-ભેટ આપનાર દાતાશ્રી ભૂપેશભાઈ કૃષ્ણદાસભાઈ કોરડીયા |
![]() |
65" સ્માર્ટ કલાસ/પેનલ |
![]() |
16 CCTV કેમેરા |