ચાલુ માસ દરમિયાન સી.આર.સી.કક્ષા નું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2023-24 યોજાયું હતું જેમાં શાળાના ગણિત - વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત તેમજ બાળવૈજ્ઞાનિક દ્વારા વિવિધ વૈજ્ઞાનિક ક્રુતિ રજૂ કરવામાં આવેલ હતી.
29/09/2023
શૈક્ષણિક મુલાકાત આરોગ્ય કેન્દ્ર (ધોરણ ૬ થી ૮)
શૈક્ષણિક મુલાકાત :-
શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ ધોરણ ૬
થી ૮ નાં વિષય શિક્ષક અગ્રાવત જનકભાઈ અને ગોહેલ હંસાબેન તેમજ ઝણકાત અસ્મિતાબેન દ્વારા
વિષયને અનુરૂપ, અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ આરોગ્ય
કેન્દ્રનીમુલાકાત લેવામાં આવી હતી, જે
અંતર્ગત બાળકોને શારીરક અને માનસિક તંદુરસ્તી, આંતર વૈયક્તિક
સંબંધો, હેન્ડ વોશ, કચરાની નિકાલ
જેવી બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા.
ઉજાસભણી કાર્યક્રમ વર્ષ:-૨૦૨૩-૨૪
એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર શાળામાં ધોરણ-૬ થી ૮ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.
(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ :
(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય :
(3) આંતર વૈયક્તિક સંબંધો :
(4) મૂલ્યો અને નાગરિકતા :
(5) જેન્ડર સમાનતા
PM POSHAN (MID-DAY MEAL)
આપણા દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના ઘણા એવા પરિવારો છે જેઓ તેમના બાળકોને યોગ્ય રીતે ખવડાવી શકતા નથી. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે અને તેમને બાળપણ વિતાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, હવે કેન્દ્ર સરકારે કુપોષણની સમસ્યાને રોકવા માટે એક યોજના શરૂ કરી છે, જેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના છે. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે આ યોજનાનો લાભ લેતા બાળકો અને નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી કરતા શિક્ષક મિત્રો.
સમૂહ કવાયત, ચિત્ર, NMMS EXAM, CET EXAM PREPARATION
શાળાના HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દર શનિવારે બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટીની
શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને સમૂહ
કવાયત કરાવવામાં આવી. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો
છે.
GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯
તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ મુજબ
જેમા સમૂહ કવાયતનાં દાવ-પ્રણાયામ-યોગાસનનું શિક્ષણ આપવામાં આવે છે.
ગણિત-વિજ્ઞાન કીટ (NCERT) અને વિજ્ઞાન પ્રોયોગશાળા ઉપયોગ
શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાં આવે છે. જેમાં ચાલુ માસમાં ધોરણ 7 એકમ 5 પ્રવૃતિ એસિડ બેઇઝ તટસ્થીકરણની પ્રક્રિયા માટે કીટના વિવિધ સાધનોનો ઉપયોગ અને પરિચય આપવામાં આવે છે.
ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને પ્રોજેકટ વર્ક કરાવ્યુ હતું
1. ૧. Std 8 sub.english project work
2. ૨. Std 6 sub.sanskrit
3. ૩. Std 7 sub Hindi kard ni maddthi saman arth vala word shodhe