30/08/2023

રક્ષાબંધન ઉજવણી તથા રાખડી સ્પર્ધા 2023-24

રાખડી સ્પર્ધા:- 

                                           શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે વિવિધ તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે તે પૈકી રક્ષાબંધન નાં પ્રવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  

માર્ગદર્શક શિક્ષક:- અઘેરા જસ્મીનાબેન:-









27/08/2023

15 AUGUST 2023

15મી ઓગસ્ટ 2023 એ 77મો સ્વતંત્રતા દિવસ:- 

                                                            15મી ઓગસ્ટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ. અમે અમારા બહાદુર શહીદોને નમન કરીએ છીએ. તેમના સન્માનમાં આખો દેશ એક રંગમાં રંગાઈ જાય છે. આઝાદીનો મહાન તહેવાર દેશના ખૂણે ખૂણે ઉજવવામાં આવે છે. દરેક ગલીઓમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે.















મેરી મીઠ્ઠી મેરા દેશ કાર્યક્રમ

મેરી મીઠ્ઠી મેરા દેશ કાર્યક્રમ: -

 ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશ દ્વારા કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવહવે સમાપન તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે રાષ્ટ્રવ્યાપી અને લોકોની આગેવાની જન ભાગીદારીથી મીટ્ટી કો નમન, વીરો કો વંદનના સુત્ર સાથે રાષ્ટ્રની અનેક સિદ્ધિઓની ઉજવણી કરે છે.

        જાહેર આગેવાની હેઠળનું આ અભિયાન સ્વતંત્રતાનો અમૃત મહોત્સવકાર્યક્રમનો સમાપન સમારોહ છે. મેરી માટી મેરા દેશઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવ્યું ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ દ્વારા આપણે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ. આ મહોત્સવમાં આપણા દેશ માટે શહિદ થયેલ વીરો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી.









બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો ૨૦૨૩

 બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો ૨૦૨૩:-













સિંહ દિવસ ની ઉજવણી ૦૯.૦૮.૨૦૨૩

સિંહ દિવસની ઉજવણી ૨૦૨૨

                                                          સોૈ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યાર બાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં  વર્ષ ર૦૧૩ થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે. ગયા વર્ષે સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં શાળાનાં બાળકો સહિત ૧૧ લાખ લોકોને જોડવામાં આવ્યા હતા. 

                                                        એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે નવાબે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. સિંહો એ સોૈરાષ્ટ્ર - ગુજરાતની શાન છે. હાલ સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે અને છેલ્લે ર૦ર૦ માં અવલોકન કરવામાં આવ્યુ તે મુજબ ૬૭૪ સિંહોની વસતી જોવા મળી છે પરંતુ સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે. 





વાલી સંંર્પક

 વાલી સંંર્પક :-  

                                                                       સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકશ્રી જસ્મિનાબેન, જનકભાઈ, અલ્પાબેન, હંસાબેન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી.. 







શૈક્ષણિક મુલાકાત (સહકારી મંડળી ધોરણ ૬ થી ૮ )

શૈક્ષણિક મુલાકાત :- 

                                            શાળાના આચાર્યશ્રી તેમજ ધોરણ ૬ થી ૮ નાં વિષય શિક્ષક અગ્રાવત જનકભાઈ અને ગોહેલ હંસાબેન દ્વારા વિષયને અનુરૂપ, અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ સહકારી મંડળી ની મુલાકાત લેવામાં આવી હતી, જે અંતર્ગત બાળકોને સહકારી મંડળીના સભ્યપદ , ફી, લોન તેમજ સબસીડી અંગેની સમાજ આપવામાં આવી હતી.






સમૂહ કવાયત (શા.શિ.:- માસ પીટી)

                                              શાળાના HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દર શનિવારે  બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટીની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને સમૂહ કવાયત કરાવવામાં આવી. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે. 

      GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ મુજબ જેમા સમૂહ કવાયતનાં દાવ-પ્રણાયામ-યોગાસનનું શિક્ષણ આપવામાં આવે છે.








                                                              

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો