30/09/2022

નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

                                                                        શ્રી મોટી વાવડી પ્રા.શાળામાં વર્ષ ૨૦૨૨ નો નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ૧ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા રાસોત્સવ ની ઉજવણી દ્વારા માં અંબા નાં ભાવ અને ભક્તિ નો સમન્વય કરવામાં આવ્યો હતી તેમજ ભાતીગળ પોશાકમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. 










ધોરણ ૩ થી ૫ ગણિત વિષય ખંડ પ્રવૃતિઓ

                                                                   ધોરણ ૩ થી ૫ નાં ગણિત વિષય શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા  ધોરણ ૪ માં ગણિત એકમ - ટીક.. ટીક.. ટીક..   માં બાળકો દ્વારા ઘડિયાળ નું મોડેલ બનાવી સમય નો ખ્યાલ આપ્યો હતો. 




ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા પ્રવૃતિઓ વિષય ગણિત

                                      ધોરણ ૧ અને ૨ માં ગણિત વિષય શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા 10 ના જુથ બનાવો અને સંખ્યાજ્ઞાન તથા સ્થાન કિમત (દશક અને એકમનો) ખ્યાલ વિશે સમજ સ્પષ્ટ કરવામાં આવી હતી. 





ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા પ્રવૃતિઓ વિષય-ગુજરાતી

                           ધોરણ ૧ અને ૨ માં ખૂટતા અક્ષરની પ્રવૃતિઓ ગુજરાતી વિષય શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા કરવામાં આવી હતી. 




શાળા પુસ્તકાલયનો ઉપયોગ અને પુસ્તક સમીક્ષા

                                 શ્રી મોટી વાવડી પ્રા.શાળામાં ધોરણ ૩ થી ૮ નાં બાળકો દ્વારા નિયમિત શાળા પુસ્તકાલય ની મુલાકાત લેવામાં આવે છે તેમજ વાંચેલા પુસ્તકની ચર્ચા અને સમીક્ષા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી જે પૈકી ધોરણ ૬ નાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ પુસ્તક સમીક્ષા સામેલ છે. 

માર્ગદર્શક શિક્ષક :- દિવ્યેશભાઈ કોટાડિયા





ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયખંડ પ્રવૃતિઓ (જ્ઞાન્કુંજ પ્રોજેકટ, TLM નિર્માણ )

                                                                    ધોરણ 7 માં જ્ઞાનકુંજ અને g shala દ્વારા સામાજિક વિજ્ઞાન વિષય નાં કઠિન બિંદુઓ ની સમજ આપવામાં આપી અને વિદ્યાર્થી ઓ દ્વારા પ્રદુષણ અટકાવવા માટેના tlm નું નિર્માણ કરીને વર્ગ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને પ્રદુષણ સામે  સામાજિક જાગૃતિ લાવવા માટેના પગલાંઓ ની સમજ રજૂ કરવામાં આવી.

માર્ગદર્શક શિક્ષકશ્રી :-દિવ્યેશભાઈ કોટાડિયા







૩૬ નેશનલ ગેમ્સ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ વર્ષ ૨૦૨૨

                                    ૩૬ નેશનલ ગેમ્સ અંતર્ગત બાળકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી શાળા કક્ષાએ વિવિધ રમત-ગમત નું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 





ટવીનીંગ કાર્યક્રમ વર્ષ ૨૦૨૨

                                                                                 શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક કલસ્ટર ની બે શાળાઓ વચ્ચે ટવીનીંગ  કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે શ્રી મોટી વાવડી પ્રા.શાળા અને શ્રી સુપેડી કન્યા પ્રા.શાળાના બાળકોએ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને શાળાના બાળકો દ્વારા શાળા મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકત અંતર્ગત મુરલી મનોહર મંદિર - સુપેડી ની મુલાકાત પણ લેવામાં આવી હતી. 











શિક્ષકદીનની ઉજવણી વર્ષ ૨૦૨૨

  શિક્ષા... ક્ષમા....રુણા... નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણક્ય ના શબ્દો યાદ આવે છે... "" શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલ રહે હે. "" 5 મી સપ્ટેમ્બર એટલે આપણા મહામહિમ શિક્ષક થી સફર ખેડી ને રાષ્ટ્રપતિ પદ પર પહોચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ આપણે શિક્ષકદીન તરીકે ઉજવીએ છીએ. શિક્ષક જ એક એવો કર્તવ્યનિષ્ઠ છે કે બેલ ના ટકોરા પેલા હાજર થાય છે અને બેલ ના ટકોરા બાદ જ જાય છે. શિક્ષક જ બાળકો ના સવાૅગી વિકાસ માં પાયા ની ભુમિકા ભજવે છે. શિક્ષક જ પોતાના વગૅખંડ માંથી કલેકટર, શિક્ષક, અભિનેતા, રાજનેતા, બનાવી ને મુકે છે.શિક્ષક જ આજીવન વિધાર્થી છે.







શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો