શિક્ષા... ક્ષમા....કરુણા... નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણક્ય ના શબ્દો યાદ આવે છે... "" શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલ રહે હે. "" 5 મી સપ્ટેમ્બર એટલે આપણા મહામહિમ શિક્ષક થી સફર ખેડી ને રાષ્ટ્રપતિ પદ પર પહોચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ આપણે શિક્ષકદીન તરીકે ઉજવીએ છીએ. શિક્ષક જ એક એવો કર્તવ્યનિષ્ઠ છે કે બેલ ના ટકોરા પેલા હાજર થાય છે અને બેલ ના ટકોરા બાદ જ જાય છે. શિક્ષક જ બાળકો ના સવાૅગી વિકાસ માં પાયા ની ભુમિકા ભજવે છે. શિક્ષક જ પોતાના વગૅખંડ માંથી કલેકટર, શિક્ષક, અભિનેતા, રાજનેતા, બનાવી ને મુકે છે.શિક્ષક જ આજીવન વિધાર્થી છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.