31/10/2019

150 ગાંધી જન્મ જયંંતિ ઉજવણી

150 ગાંધી જન્મ જયતિ ઉજવણી :- 
                                                    આ માસ દરમિયાન શાળા કક્ષાએ ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાકક્ષાએ વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમા શાળા અને ગામ સફાઇ, પ્લાસ્ટીક મુકત ભારત અભિયાન ની સ્થાનિક કક્ષાએ થી શરૂઆત ગામાના સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રી અને અન્ય સભ્યોશ્રી તેમજ આગેવાનોના હસ્તે, આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ના કર્મચારી અને આંગણવાડીના સભ્યો જોડાયા હતા તેમજ શાળા કક્ષાએ આ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.. 
                                                   




















રાસોત્સવ ૨૦૧૯

રાસોત્સવ ૨૦૧૯:-

                                                  ચાલુ માસ દરમિયાન શાળાકક્ષાએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ માં શાળાના શિક્ષકગણ ગોપાણી ધિરજલાલ,કોટડીયા દિવ્યેશભાઇ,અગ્રાવત જનકભાઇ,અઘેરા જસ્મિનાબેન,કાછડ હેતલબેન,ગોહેલ હંસાબેન તેમજ જીવાણી પ્રવિણાબેન દ્વારા બાળકોના નવરાત્રી મહોત્સવ ની કામગીરી અને તેનું ઉત્તમ આયોજન કરવામાં આવેલ હતું.  








રંગોળી સ્પર્ધા૨૦૧૯:-

રંગોળી સ્પર્ધા૨૦૧૯:-

                                                  ચાલુ માસ દરમિયાન શાળાકક્ષાએ રંગોળી સ્પર્ધા૨૦૧૯ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધા માં શાળાના શિક્ષકગણ અઘેરા જસ્મિનાબેન અને ગોહેલ હંસાબેન દ્વારા સમર્ગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો મુખ્ય ઉદેશ્ય રહેલો છે
 










NMMS-PSE EXAM પુર્વ તૈયારી ૨૦૧૯:-

NMMS-PSE EXAM પુર્વ તૈયારી ૨૦૧૯:-
                                                                 રાજય પરિક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ:-૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા લેવામાં આવે છે. આ પરિક્ષામાં ઉતિર્ણ અને મેરિટ લિસ્ટ માં સામેલ થનાર વિદ્યાર્થીને નિયત કરેલ રકમ શિષ્યવૃતિ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ પરિક્ષાની પુર્વ તૈયારીના ભાગ રૂપે શાળાના મુખ્ય શિક્ષકશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા શાળા સમય પહેલા,જાહેર રજાના દિવસે તેેેેેમજ દિવાળી વેેેકેેેેેેશન મા  બાળકોને પુર્વ તૈયારી કરાવવામાં આવે છે.






ધોરણ ૬ થી ૮ ની એકટીવીટી:-

 ધોરણ ૬ થી ૮ ની એકટીવીટી:-
                                              
                                        ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા અને ગણિત વિજ્ઞાન ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન અને અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને ગામ માંજ આવેલ RDC બેંક ની મુલાકાત માટે લઇ જવામાં આવેલ જેમાં બેંક કર્મચારી દ્વારા ખુબ ઉત્તમ અને શ્રેષ્ઠ માહીતી પુરી પાડવામાં આવેલ હતી.








ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-
                                                              ધોરણ:- ૩-૪-૫ માં વિષય/વર્ગ શિક્ષક   શ્રી અઘેરા  જસ્મિનાબેન   તેમજ   ગોપાણી   ધિરજલાલ     દ્વારા  વિષય  વસ્તુ ની  સમજ  તેમજ  પાઠય-પુસ્તક  માં  આપેલ પ્રવૃતિઓને  વિદ્યાર્થી   સાથે    કરવામાં  આવી   જેથી   પર્યાવરણ   જેવા   વિષય  ને  સમજવામાં  વિદ્યાર્થીઓને મજા પડી.સાથો સાથ પર્યાવરણ શિક્ષણ ની જાગ્રુતિ માટે ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું











શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો