31/08/2019

ચિત્ર નગરી

ચિત્ર નગરી:-
                                                             શાળા કક્ષાએ બાળકો ને શાળા એ આવવું ગમે, ભણવું ગમે તેમજ બાળકો માં શૈક્ષણીક મુલ્યોની સાથે સામાજિક અને નૈતિક મુલ્યોનો વિકાસ થાય તે માટે શાળા કક્ષાએ વિવિધ ચિત્રો શાળાની દિવાલ પર એક સંદેશાના ભાગ રૂપે દોરવામાં આવેલ હતા. 


















30/08/2019

૧૫ ઓગષ્ટ ઉજવણી

૧૫ ઓગષ્ટ ઉજવણી:- 
                                                               સ્વતંત્ર ભારતના 73  માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમા મોટીવાવડી ગામના સમસ્ત ગ્રામજનો-વાલીઓ અને ગામના આગેવનો ઉપસ્થિત રહ્યા હતાં.સાથો-સાથ પ્રથમ સત્રનું વાલી સંમેલન નું પણ આયોજન કરવામાં આવેલ હતું.














ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-
                             ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી  અગ્રાવત  જનકભાઇ   દ્વારા  બાળકો   ને  ગણિત-વિજ્ઞાન જેવા કઠિન  વિષયો ની  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ  માટે તેમજ આ વિષયોના મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના  બાળકો  ને  જ્ઞાનકુંજ પ્રોજકટ  દ્વારા   વિષયવસ્તુ    નું  નિરૂપણ   અને  સમજ  તેમજ શાળા ની વિજ્ઞાન  લેબનો મ હત્તમ  ઉપયોગ  કરવામાં  આવ્યો તેમજ    ગાણિતીક સાધનો  દ્વારા  ભૌમિતિક  આકારો ની  સમજ અને  દ્રઢીકરણ કરાવવામાં  આવ્યું..






ધોરણ ૬ થી ૮ સા.વિ. શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ સા.વિ.  શૈક્ષણિક એકટીવીટી:- 
                                                                       ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ  તેમજ સૌરપરિવાર પ્રોજેકટ, પ્રાકૃતિક આપતિ પ્રોજેકટ તેમજ ૩D રોટેશન ઓફ અર્થ વિથ ટુડેયસ જેવી એકટીવીટી કરવામાં આવેલ હતી. 










ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-  
                                        ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારા બાળકો  ને સરળતાથી  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ કરી  અને  મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-૮ ના એકમના અનુસંધાને વેશભુષા જેવી એકટીવીટી તેમજ ધોરણ :-૬ ના બાળકો દ્વારા રૈંબો પ્રોજેકટ બનવવામાં આવેલ, રક્ષાબંધન ના પવિત્ર પર્વ ના અનુસંધાને રાખડી સ્પર્ધા નું આયોજન ધોરણ:-૮ માં કરવામાં આવેલ હતું.. 


























શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો