30/09/2018

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૮

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૮:--
                                                                            સુપેડી ખાતે સી.આર.સી. કક્ષાનું  ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮ નું આયોજન  તા:- ૧૭.૦૯.૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ  હતુ.  આ તકે વિભાગ ૦૧ માં શ્રી મોટી વાવડી પ્રા.શાળા ના ધોરણ:-૮ ના વિદ્યાર્થી નાનશિંગ અને રાજદીપ દ્વારા આર્કીમિડીસ સ્ક્રુ ના સિધ્ધાંત નો પ્રયોગ રજુ કર્યો હતો. જેમા માર્ગદર્શક શિક્ષકની ભુમિકા શ્રીઅગ્રાવત જનકભાઇ દ્વારા બજાવવામાંં આવેલ હતી. સી.આર.સી. કક્ષા એ વિભાગ-૦૧ માં વિજેતા પામી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮ માટે મોટીવાવડી પ્રા. શાળાની પસંદગી થઇ હતી.






પ્રાથમિક શિષ્યવ્રૂતિ પરિક્ષા ની પુર્વતૈયારી ધોરણ:- ૬

PRE-PREPARATION (પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા:-ધોરણ:- ૬) 
                                                                                                 રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ :- ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ ની પરીક્ષા લેવામાં આવે છે. જેની પુર્વ તૈયારી રૂપે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ :- ૬ ના બાળકોને શાળા સમય પહેલા દરરોજ ૦૧.૦૦ કલાક આ પરીક્ષાની પુર્વ તૈયારી કરાવવામાં આવે છે.





જ્ઞાન-કુંજ

જ્ઞાન-કુંજ  :- 
                                                                    શાળા કક્ષા એ ધોરણ:- ૬ થી ૮ માં જ્ઞાનકુંજ પ્રોજેકટ નો મહત્તમ અને પુરતો ઉપયોગ કરવામાં આવે છે. જેમા વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા સા.વિ. વિષ્યના  કઠીન બિંદુ ને સરળ શૈલીમાં બાળકો સમક્ષ રજુ કરવામાં આવે છે. જેથી બાળકો ગોખણ પટ્ટી થી દુર રહે છે અને તેની શાબ્દિક અને લૈખિત રીતે મૌલિકતા માં વધારો થાય છે. 









ગમ્મત સાથે જ્ઞાન, પ્રજ્ઞા અભિગમ ની ગણિત કીટ , ધોરણ ૫ :- જ્ઞાંનકુંજ પરીચય અને શૈક્ષણીક કાર્ય

  • ગમ્મત સાથે જ્ઞાન, પ્રજ્ઞા અભિગમ (MATHS KIT) , ધોરણ ૫ :- જ્ઞાંનકુંજ પરીચય અને શૈક્ષણીક કાર્ય:- 

                                   ૧)  ધોરણ :- ૧ અને ૨ પ્રજ્ઞા  વર્ગ માં ગણિત વિષય શિક્ષકશ્રી હેતલબેન દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાંં આવેલ ગણિત કીટ દ્વારા બાળકોને ગણિત ની પાયાની બાબતો થી પરિચિત અને સંકલ્પના ની સમજ અને તેનો ઉપયોગ..

                                  ૨)  ધોરણ ૪ માં વર્ગ શિક્ષકશ્રી ધિરૂભાઇ દ્વારા NCERT મુજબ નો અમલી બનેલ  નવા અભ્યાસક્રમ મુજબ ના  ગણિત અને પર્યાવરણ ના અભ્યાસક્રમ ની સમજ માટે મહત્તમ ટી.એલ.એમ અને મુર્ત વસ્તુઓના ઉપયોગ દ્વારા સમજ અને મહાવરો  

                                    ૩) શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ  દ્વારા ધોરણ:- ૫ ના વિદ્યાર્થી  માટે CAL LEB માં આપવામાં આવેલ SLATE PROGRAM ના ઉપયોગ દ્વારા કઠીન એકમ અને કઠીન બિંંદુ નો મહાવરો તેમજ એકમ કસોટી અને દ્રઢીકરણ. 











MDM

MDM :- 

                                                                શાળા માં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે  માટે શાળા માં  મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સંતુલિત આહાર સાથે  બાળકો સ્વસ્છતા ના પાઠ શીખે તે માટે મધ્યાહન ભોજન લેતા પહેલા હાથ ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. 





શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો