શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે 76 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીક સંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી ગત વર્ષે ધોરણ 5 થી 10 માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને પુરસ્કાર આપવામાં આવેલ હતા.
31/01/2025
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ "સ્વ-રક્ષણ" તાલીમ વર્ષ:-2024-25
શ્રી મોટી વાવડી પ્રા.શાળા તા:-ધોરાજી જી:-રાજકોટ ખાતે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી કન્યાઑ માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નકકી કરેલ એજન્શી દ્વારા સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવે છે. કુલ 36 વિઝિટ દ્વારા કન્યાઓને પંચીગ, બ્લોકિંગ, રેસ્લિંગ, જુડો-કરાટે, ફાઇટ જેવી પાયાની સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે.
ટ્રેનર
નું નામ:- નરેન્દ્રભાઇ ચાવડા
ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે.
સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે
ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી ટીંબા અનિલાબેન દ્વારા બાળકોને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયોની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજપ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ શાળા ની વિજ્ઞાન લેબનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો.
ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ:-
ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક અસ્મીતાબેન ઝણકાત દ્વારા વિષયવસ્તુ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું.