શાળા કક્ષાએ ભાષા શિક્ષક દ્વારા સંસ્કૃત વિષયમાં આવતી પ્રવૃતિના ભાગરૂપે બાળકોને (સુરાપુરા દાદા) મંદિરની મુલાકાતે તેમજ ખેડૂતની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં બાળકોને રૂબરૂ નિદર્શન કરવાનો અનુભવ જન્ય શિક્ષણનો લાભ મળ્યો હતો.
શાળા કક્ષાએ ભાષા શિક્ષક દ્વારા સંસ્કૃત વિષયમાં આવતી પ્રવૃતિના ભાગરૂપે બાળકોને (સુરાપુરા દાદા) મંદિરની મુલાકાતે તેમજ ખેડૂતની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં બાળકોને રૂબરૂ નિદર્શન કરવાનો અનુભવ જન્ય શિક્ષણનો લાભ મળ્યો હતો.
જ્ઞાન સેતુ પરીક્ષામાં કુલ ૦૫ વિદ્યાર્થીઓએ રાજયના મેરીટમાં સ્થાન મેળવ્યું હતું.
જ્ઞાન સાધના પરીક્ષામાં કુલ ૦૫ વિદ્યાર્થીઓએ રાજયના મેરીટમાં સ્થાન મેળવ્યું હતું.
શ્રી મોટી વાવડી પ્રા. શાળાને શ્રી નીતિનભાઈ ભગવાનજીભાઈ અઘેરા તરફથી અંકે રૂપિયા 50400/- ના 18 બાંકડા આપવામાં આવ્યા હતા તેમજ શ્રી ગોપાલભાઈ ડઢાણીયા દ્વારા 200 બાળકોને સ્કૂલબેગ અંકે રૂપિયા 50000/ ની ભેટ આપવામાં આવી હતી.
ધોરણ 3 થી 8 માં વિષય શિક્ષક તેમજ ધોરણ 6 થી 8 માં શાળાના HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી વાળા દ્વારા શારીરિક શિક્ષણ, ચિત્ર અને સંગીતનું શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું તેમજ ધોરણ 6 થી 8 માં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું હતું.
શાળા કક્ષાએ વર્ગશિક્ષકશ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળ વાટીકા તેમજ ધોરણ 1 અને 2 માં આનંદદાયી પ્રવૃતિઓ તેમજ શાળા તતત્પરતાની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાનના વિષય શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા વાડી-ખેતર ની મુલાકાત નું આયોજન કરવામાં આવેલ હતું. મુલાકાત અંતર્ગત ખેતીના સાધનો નો ઉપયોગ અને કિમત જેવી માહિતી આપવામાં આવી હતી.
ધોરણ 6 થી 8 માં વિષય શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા વિષયને અનુરૂપ પ્રાયોગિક કાર્ય તેમજ ગણિત-વિજ્ઞાન મંડળ ની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.