27/06/2024

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫

 ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. 

                                                         શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે તા:- ૨૬.૦૬.૨૦૨૪ નાં રોજ સમય ૧૦.૦૦ કલાકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.























બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ

 શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રિત્યસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું  મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય/ સ્કુલ ઇન્સ્પેકટર વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો દ્વારા કરવામાં આવ્યુ હતું. 














અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત

         અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામકના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ  ગણિત વિજ્ઞાન નાં શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા બાળકોને આપવામાં આવી હતી.  જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.












તાસ પધ્ધતિ (શા.શી અને કોમ્પ્યુટર)

                                                                                                                GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર જેવા વિષય ના તાસ દ્વારા  શારીરિક શિક્ષણ માં માસ્પીત્તી અને કોમ્પ્યુટર વિષયમાં પેઈન્ટ પ્રોગ્રામનો ઉપયોગ અને તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી.















શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો