શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૪ વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૧ સુધીમાં ૬ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે અને આ સફળતા ને સતત અને અવિરત આગળ વધારવા માટે શાળા પરિવાર, વાલીગણ અને એસ.એમ.સી નાં આગ્રહ અને અનુમતિથી શાળા કક્ષાએ બાળકોને શાળાના HTAT આચાર્ય અને હાલ સ્કુલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા EXAM ની પુર્વ તૈયારી માટે દર રવિવારનાં રોજ રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી માટે માર્ગદર્શન, મોડેલ પેપેરનો અભ્યાસ / મહાવરો નિયમિત ધોરણે આપવામાં આવે છે.
30/01/2023
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકટીવીટી વિષય ગણિત:-
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞામાં ગણિત વિષય શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા ધોરણ ૧ એકમ 10 અંકોનો ઉપયોગ. ધોરણ ૨ એકમ 24 કહો કેટલા થયા ? તે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત મૌર્ય વંશ ના શાસક સમ્રાટ અશોક દ્વારા નિર્માણ થયેલ સારનાથ નાં સિંહ સ્તંભ ને દેશ નાં રાષ્ટ્રીય પ્રતીક અને દેશ નાં ચલણી સિક્કા માં તેનો મુદ્રા તરીકે ઉપયોગ તેમજ સરકારી વિભાગો માં આ આકૃતિ નાં મહત્વ વિશે ની સમજ આપવામાં આવી અને મૌર્ય સામ્રાજ્ય નાં મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો ની નકશા આધારિત પ્રવૃતિ કરવામાં આવી.
29/01/2023
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકટીવીટી (ભાષા)
ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા ભાષા કૌશલ્યની સાથે સામાન્ય જ્ઞાન નો પરિચય થાય તે માટે પશુ-પક્ષીની ઓળખ અને તેના ખોરાક વિશે ની માહિતી આપવામાં આવી હતી.
26/01/2023
26 JAN 2023 પ્રજાસત્તાક દિનની ઉજવણી
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સરપંચશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને સામાજીકસંસ્થાઓ અને ગ્રામપંચાયત ના સભ્યોઓ એ હાજરી આપી હતી ગત વર્ષે ધોરણ ૩ થી ૧૦ માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ અને પુરસ્કાર આપવામાં આવેલ હતા.
ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણ ની પ્રવૃતિઓ
શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ધોરણ ૬ થી ૮ નાં ભાષા શિક્ષકશ્રી દ્વારા અંગ્રેજી વિષય શિક્ષણને વધુ સરળ અને સાહજિકતા સાથે બાળકો શીખી શકે તેવા ઉમદા હેતુ માટે વિવિધ પ્રવૃતીઓ કરાવવામાં આવી હતી.
Std 8th unit 4.Tell Me Why? Activity
માર્ગદર્શક શિક્ષકશ્રી:- શ્રી હંસાબેન ગોહિલ
સહ-અભ્યાસિક પ્રવૃતિઓ - પતંગ મહોત્સવ અંતર્ગત પતંગ બનાવવાની પ્રવૃતિ
પતંગ મહોત્સવ ૨૦૨૨-૨૩ અંતર્ગત પતંગ બનાવવાની પ્રવૃત્તિ:-
વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. માત્ર પુસ્તકોમાં આવતો અભ્યાસક્રમ ભણાવી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થતો નથી. બાળકના સર્વાંગી વિકાસ સાધવા માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
માર્ગદર્શક શિક્ષક:- અઘેરા જસ્મિનાબેન
ધોરણ ૩ થી ૫ એંગ્રેજી વિષય એક્ટીવીટી
ધોરણ ૫ માં અંગ્રેજી વિષયમાં વિષય શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા ચાલુ માસમાં અંગ્રેજી વિષયના અભ્યાસક્રમ મુજબ યુનિટ ૪ અંતર્ગત:- Unit 4 - I am learning English- Activity - 10, Making the greetings card and envelope... પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
GUNOTSAV 2.O વર્ષ ૨૦૨૨-૨૩ પરિણામ
રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના ગુણોત્સવ 2.0 અંતર્ગત કરવામાં આવતા સ્કૂલ એક્રેડિટેશનમા વર્ષ 2022-23 માં શ્રી મોટી વાવડી પ્રા.શાળા તા.ધોરાજી ને 80.40% સાથે (A+ **ગ્રેડ} મેળવેલ છે.
NMMS EXAM પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૨-૨૩
શ્રી મોટી વાવડી
પ્રા.શાળાના બાળકો સતત ૪ વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ
અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૧ સુધીમાં ૬ બાળકો
રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. રાજય પરિક્ષા
બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ
માટે NMMS ની સ્કોલરશીપ
એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે રાજય કક્ષાએ થી
પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ ને બાળકો દ્વારા નિયમિત જોવામાં આવે છે.
જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨-૨૩
શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત નાં માર્ગદર્શન નીચે તૈયાર કરેલ કૃતિ લેઝર સેક્યુરીટી તાલુકા કક્ષાએ વિજેતા થયેલ હતી અને જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે ભાગ લેવામાં આવ્યો હતો. આ કૃતિ માં શિક્ષકશ્રી સાથે બાળ વૈજ્ઞાનિક તરીકે નકુમ ધ્રુવ ધોરણ ૮ અને ભાલીયા ભોલો એ પોતાની પ્રતિભા બતાવી હતી.