શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૪ વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૧ સુધીમાં ૬ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે અને આ સફળતા ને સતત અને અવિરત આગળ વધારવા માટે શાળા પરિવાર, વાલીગણ અને એસ.એમ.સી નાં આગ્રહ અને અનુમતિથી શાળા કક્ષાએ બાળકોને શાળાના HTAT આચાર્ય અને હાલ સ્કુલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા EXAM ની પુર્વ તૈયારી માટે દર રવિવારનાં રોજ રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી માટે માર્ગદર્શન, મોડેલ પેપેરનો અભ્યાસ / મહાવરો નિયમિત ધોરણે આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.