30/11/2019

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:-

   સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:-        
                    શ્રી મોટીવાવડી પ્રા.શાળા  માં અભ્યાસ કરતા વિદ્યાર્થી - વિદ્યાર્થીની જે વર્ષ:-૨૦૧૯-૨૦ ની પ્રથમ સત્રાંત પરીક્ષા માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ છે  તેવા  બાળકોને  બિરદાવા  માટે તેમજ    અન્ય    બાળકો ને પ્રોત્સાહિત કરવાના મુલ્યલક્ષી ઉદેશ્ય અર્થે આ બાળકોનીનામાવલી બેનર  ના  સ્વરૂપે શાળા કેમ્પસ માં અને ગામમા જાહેર સ્થળ પર લગાવવામાં આવી હતી. 





વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ:-

વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ:-૨૦૧૯-૨૦
                                      શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું બાહ્ય મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષા એ  દ્રિત્યસત્ર ની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા.સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો કોટડીયા દિવ્યેશભાઇ, અગ્રાવત જનકભાઇ, ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું. 
































અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત

અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત:- 
                                          અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામક ના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ શાળા પરિવાર ના શિક્ષકમિત્રો દ્વારા બાળકોને આપવામાં આવી હતી.  જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.











ભવ્ય સફળતા ભારતીય સંસ્કૃતિ પરિક્ષા

ભવ્ય સફળતા ભારતીય સંસ્કૃતિ પરિક્ષા :- 


                                                                                                                         આજરોજ શાળા કક્ષાએ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેમને ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી ભારતીય સંસ્કૃતિ ની પરીક્ષા ઉત્તમ પરિણામ સાથે પાસ કરી તે બદલ તેમને ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ જેનું વિતરણ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. સાથોસાથ ધોરણ 5 મા અભ્યાસ કરતી ડઢાણીયા ચીન્ટુ જીલેશભાઈ સમગ્ર સેન્ટર મા પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. આ પરિક્ષામા સંચાલન અને સંકલનની ભુમિકા શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ અને (સા.વિ.) ઉચ્ચ પ્રાથમિક શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુંં.














શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો