30/09/2019

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:-

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:- 
                                             શ્રી મોટીવાવડી પ્રા.શાળા ના ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી / વિદ્યાર્થીની શ્રી મારડીયા નેન્શી પ્રકાશભાઇ, શ્રી વડગામા પાયલ જેન્તીભાઇ, શ્રી ખાણધર ભાર્ગવ મહેંદ્રભાઇ તેમજ શ્રી શેખ અરમાન આરિફભાઇ એ વર્ષ:-૨૦૧૮-૧૯ માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી ધોરણ:-૫ માં મુખ્ય વિષયોમાં ૭૫% કરતા વધારે ગુણ પ્રાપ્ત કરીને ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન પ્રાપ્ત કરેલ છે. જે બદલ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉપરોકત વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર અને બેઇઝ આપવામાં આવ્યો છે. પાટણવાવ મુકામે યોજાયેલ ધોરાજી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૯ માં  પ્રતિકરૂપે આ પ્રમાણપત્ર અને બેઇઝ આપણી શાળાના વિદ્યાર્થીઓને ધોરાજી-ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી લલિતભાઇ વસોયા દ્વારા આપવામાં આવેલ સાથોસાથ બાળકોને તેમજ શાળાપરિવાર ને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં  આવેલ તે સમયની તસ્વીર...   








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો