30/09/2019

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:-

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:- 
                                             શ્રી મોટીવાવડી પ્રા.શાળા ના ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી / વિદ્યાર્થીની શ્રી મારડીયા નેન્શી પ્રકાશભાઇ, શ્રી વડગામા પાયલ જેન્તીભાઇ, શ્રી ખાણધર ભાર્ગવ મહેંદ્રભાઇ તેમજ શ્રી શેખ અરમાન આરિફભાઇ એ વર્ષ:-૨૦૧૮-૧૯ માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી ધોરણ:-૫ માં મુખ્ય વિષયોમાં ૭૫% કરતા વધારે ગુણ પ્રાપ્ત કરીને ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન પ્રાપ્ત કરેલ છે. જે બદલ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉપરોકત વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર અને બેઇઝ આપવામાં આવ્યો છે. પાટણવાવ મુકામે યોજાયેલ ધોરાજી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૯ માં  પ્રતિકરૂપે આ પ્રમાણપત્ર અને બેઇઝ આપણી શાળાના વિદ્યાર્થીઓને ધોરાજી-ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી લલિતભાઇ વસોયા દ્વારા આપવામાં આવેલ સાથોસાથ બાળકોને તેમજ શાળાપરિવાર ને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં  આવેલ તે સમયની તસ્વીર...   








ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-  
                                        ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારા બાળકો  ને સરળતાથી  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ કરી  અને  મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને  પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી. 


























ધોરણ ૬ થી ૮ સા.વિ. શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ સા.વિ.  શૈક્ષણિક એકટીવીટી:- 
                                                                       ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ  તેમજ હિન્દી ભાષામાં વિવિધ પ્રોજેકટ કાર્ય કરવામાં આવેલ હતું . આ સાથે વર્ગ શિક્ષક તરીકે વાચન અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ વર્ગમાં કરાવામાં આવેલ હતી. સાથો સાથ સા.વી. વિષય ને અનુરૂપ ધોરણ 6 અને 7 ના બાળકોને ગ્રામપંચાયત ની મુલાકાત નું આયોજન કરવામાં આવેલ હતું. 





























શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો