31/07/2019

"એક બાળ એક વૃક્ષ" વૃક્ષારોપણ કાર્યક્રમ

"એક બાળ એક વૃક્ષ" વૃક્ષારોપણ કાર્યક્રમ:-


                                              સરકારશ્રી ના આદેશ મુજબ ચાલુ વર્ષે  "એક બાળ એક વૃક્ષ" કાર્યક્રમના અનુસંધાને શાળામાં તા:-૨૬.૦૭.૨૦૧૯ ના રોજ શાળાના આચાર્યશ્રી-શિક્ષકો-બાળકો-વાલીઓ તેમજ ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 













ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા શૈક્ષણિક એકટીવીટી

ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા શૈક્ષણિક એકટીવીટી:-
                                                          ધોરણ:- ૧ અને ૨ માં પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા બાળકોને અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણની સાથે એકમ મુજબની પ્રજ્ઞા એકટીવીટી તેમજ "રમે તેની રમત" અને "સમુહકાર્ય" ની પવૃતિઓ કરાવવામાં આવી.












ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-
                                                          ધોરણ:- ૩-૪-૫ માં વિષય/વર્ગ શિક્ષકશ્રી ધિરૂભાઇ ગોપાણી અને અઘેરા  જસ્મિનાબેન  તેમજ આચાર્ય વાળા નિર્મળસિંહ બી. દ્વારા વિષય વસ્તુ ની સમજ તેમજ પાઠય-પુસ્તક  માં    આપેલ    પ્રવૃતિઓ ને    વિદ્યાર્થી   સાથે    કરવામાં  આવી   જેથી  પર્યાવરણ  જેવા  વિષય  ને  સમજવામાં  વિદ્યાર્થીઓને મજા પડી સાથો સાથ   ગણિત   વિષય   ની  એકટીવીટી   થી   આકારોની   સમજ, ખુણાઓની   સમજ  પણ  સરળ અને રસપ્રદ બની. 















ધોરણ ૬ થી ૮ સા.વિ. વિષય એકટીવીટી

ધોરણ ૬ થી ૮ સા.વિ.  શૈક્ષણિક એકટીવીટી:- 
                                                                       ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ જેમજ નકશા અને વિવિધ ટી.એલ.એમ. દ્વારા કઠિન બિંદુ નો મહાવરો..

















શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો