ધોરણ:- ૮ વિદાય કાર્યક્રમ ૨૦૧૮-૧૯ :-
તા:-૩૦.૦૩.૨૦૧૯ ના રોજ શાળામાં ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી.કો-ઓર્ડી-સુપેડી (બગડા અમૃતભાઇ) શાળાના ભુતપુર્વ શિક્ષક અને હાલ સી.આર.સી.કો-ઓર્ડી-ધોરાજી-૩ (મારૂ પ્રવિણભાઇ) ઉપસ્થિત હતા. જેમને બાળકોને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા બાળકોને શૈક્ષણિક અને આગામી વિદ્યાર્થીજીવનકાળ માં ઉપયોગી બાબતો થી વાકેફ કર્યા હતાં. શાળાના ધોરણ:- ૮ ના બાળકો ને ભેટ આપવામાં આવી હતી તેમજ શાળાના ધોરણ :- ૧ થી ૮ ના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યુ હતું