31/10/2018

પ્રથમ સત્રાંત પરિક્ષા -૨૦૧૮

 પ્રથમ સત્રાંત પરિક્ષા -૨૦૧૮:- 


        શાળા માં તા:- ૨૪.૧૦.૧૮ થી પ્રથમ સત્રાંત પરિક્ષાની શરૂઆત થઇ હતી. જેમાં પરિક્ષાના પ્રથમ દિવસે ધોરાજી તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીસાહેબ, બી.આર.સી.-કો.ઓર્ડી.સાહેબ, સી.આર.સી.કો.ઓર્ડી.સાહેબ તેમજ તાલુકાના બ્લોક એમ.આઇ.એસ. દ્વારા સત્રાત પરિક્ષા તેમજ તેના આયોજન અને કામગીરી ના મુલ્યાંકન સંદર્ભે શાળાની મુલાકાત લીધેલ હતી. શાળાના શિક્ષકોદ્વારા બ્લોક ગોઠવણી તેમજ  સુપરવિઝન ની કામગીરી કરવામાં આવેલ હતી.













પ્રજ્ઞા એકટીવીટી

પ્રજ્ઞા એકટીવીટી :- 
        શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ માં ગુજરાતી વિષય માં શિક્ષકશ્રી પ્રવિણાબેન દ્વારા ધોરણ ૧ અને ૨ માં ભાષા સજજતા ની અને ભાષા શુધ્ધિ ની એકટીવીટી કરવામાં આવી હતી. તેમજ  અને  શિક્ષકશ્રી હેતલબેન દ્વારા રંગ અને આકારોની ઓળખ વિશે પણ સમજ અને દ્રઢીકરણ કરાવવામાં આવ્યું...





ESCORT ALLOWANCE (CWSN CHILD)

ESCORT ALLOWANCE 
(CWSN CHILD)

                             શાળામાં અભ્યાસ કરતા CWSN બાળકો ને SSA(IED) વિભાગ દ્વારા વાર્ષિક રૂ ૨૫૦૦ ESCORT ALLOWANCE ચુકવવામાં આવે છે.શાળામાં ધોરણ :- ૪ માં અભ્યાસ કરતા વિંઝુડા જીત પ્રકાશભાઇ ને ESCORT ALLOWANCE ની રકમ બાળકના વાલીને ( જે શાળાની એસ.એમ.સી. માં  મહિલા સભ્ય પણ છે) ચુકવવામાં આવી...



PSE EXAM ની પુર્વ તૈયારી

  
PSE EXAM ની પુર્વ તૈયારી :- 


                         રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ :- ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ ની પરીક્ષા લેવામાં આવે છે. જેની પુર્વ તૈયારી રૂપે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ :- ૬ ના બાળકોને શાળા સમય પહેલા દરરોજ ૦૧.૦૦ કલાક આ પરીક્ષાની પુર્વ તૈયારી કરાવવામાં આવે છે. તેમજ બાળકો ની આ પરિક્ષા રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરાજી ખાતે યોજવામાં આવી હતી.... 







UCO BANK સેમીનાર

UCO BANK સેમીનાર :- 
         શાળામાં બાળકો ને નાણાની બચત અને બેંક સાથેના નાણાકિય વ્યવહારોની સમજ અને માર્ગદર્શન માટે યુકો બેંક-સુપેડી બ્રાંચ દ્વારા શાળાકક્ષાએ એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં યુકો બેંકના મેનેજર સાહેબ દ્વારા બેંક એકાઉન્ટ માં નાણાકિય વ્યવહારો તેમજ તે માટેના વિવિધ ફોર્મસ ની માહીતી બાળકો અને તેમના વાલીઓને આપવામાં આવી હતી. 






કલાકુંભ ૨૦૧૮

કલાકુંભ ૨૦૧૮ :- 
           
                શાળા કક્ષાએ કલાકુંભ - ૨૦૧૮ નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા ધોરણ ૬ થી ૮ ના બાળકોએ વિવિધ -૦૪ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 
૧. ચિત્ર સ્પર્ધા 
૨. નિબંધ સ્પર્ધા 
૩. કાવ્ય લેખન સ્પર્ધા 
૪. વકતૃત્વ  સ્પર્ધા 







શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો