25/12/2024

શૈક્ષણિક મુલાકાત (તળાવ ની મુલાકાત) ( સફાઇ કામદાર ની મુલાકાત)

                                              શાળા કક્ષાએ ભાષા શિક્ષકશ્રી હંસાબેન ગોહેલ દ્વારા બાળકોને અભ્યાસક્રમ આધારિત તળાવની મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત બાળકોને શિક્ષણિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ભરતભાઇ નકુમ દ્વારા સફાઇ કામદારની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ હતું 








ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-

                    બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું  શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા  નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે. 

            સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે. 















રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ "સ્વ-રક્ષણ" તાલીમ વર્ષ:-2024-25

                                         શ્રી મોટી વાવડી પ્રા.શાળા તા:-ધોરાજી જી:-રાજકોટ ખાતે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી કન્યાઑ માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નકકી કરેલ એજન્શી દ્વારા સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવે છે. કુલ 36 વિઝિટ દ્વારા કન્યાઓને પંચીગ, બ્લોકિંગ, રેસ્લિંગ, જુડો-કરાટે, ફાઇટ જેવી પાયાની સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે. 

ટ્રેનર નું નામ:- નરેન્દ્રભાઇ ચાવડા








મુખ્યમંત્રી જ્ઞાન સેતુ- જ્ઞાન સાધના પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪

  શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી વેકેશનમાં, જાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે





વાલી સંંર્પક :-

                                               સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી.. 






PMPOSHAN (MDM)

                                                શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે   માટે શાળા માં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી અને ટેસ્ટીંગ કરવામાં આવે છે.











બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ

                                                      ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.










ધોરણ ૩ થી ૫ ગણિત-પર્યાવરણ વિષય પ્રવૃતિઓ

                                                                                        ધોરણ ૩ થી ૫ માં ગણિત- પર્યાવરણ શિક્ષકશ્રી ભરતભાઈ નકુમ દ્વારા વિવિધ પ્રોજેકટ કાર્ય અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પર્યાવરણ અને ગણિત વિષયમાં ઊંડાણ પૂર્વક ની સમજ આપવામાં આવી હતી.










શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો