શાળા કક્ષાએ તા:-૧૭.૧૦.૨૦૨૪ થી તા:- ૨૪.૧૦.૨૦૨૪ સુધી પ્રથમ સત્રાત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. શિક્ષણ વિભાગની સુચના મુજબ જીગજેગ બેઠક વ્યવસ્થા અને ૩ બલોક માં પરીક્ષાર્થી માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથોસાથ શિક્ષણ વિભાગની સુચના મુજબ ચિત્ર, શા.શી. અને સંગીત જેવા વિષયની કસોટીનું પણ શાળા કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતું.
31/10/2024
વાલી મીટીંગ વર્ષ ૨૦૨૪-૨૫
શાળા કક્ષાએ વર્ષ ૨૦૨૪-૨૫ નાં પ્રથમ સત્રમાં શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ બાળકોના વાલીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નીચે મુજબના મુદોઓની ચર્ચા કરવામાં આવી હતી.
૧. APAAR ID, 2. RATION CARD E-KYC , 3. પ્રથમ સત્રાત્ર પરીક્ષા, ૪. બાળકોની શિષ્યવૃત્તિ, ૫. બાળકની શાળામાં નિયમિત-હાજરી, ૬. શાળા કક્ષાએ સ્પર્ધાત્મક પૂર્વ તૈયારી
શાળાના બાળકો માટે મળેલ ભેટ/દાન
શાળા કક્ષાએ શાળાના પાડોશી એવા અઘેરા પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ બાળકોને બાળકોને વોટર બોટલ અને નાસ્તો આપવામાં આવ્યો હતો.
નવરાત્રી મહોત્સવ ૨૦૨૪-૨૫
શાળા કક્ષાએ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪-૨૫ નું આય્પ્જન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા ટ્રેડીશનલ પોશાક પહેરી રાસ ગરબા રમ્યા હતા.
શૈક્ષણિક મુલાકાત (ઐતિહાસિક ધરોહર-પાળિયા)
શાળા કક્ષાએ સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અસ્મિતાબેન ઝણકાત દ્વારા બાળકોને અભ્યાસક્રમ આધારિત પાળિયાની મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત પાળિયા નાં ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી.
યુકો બેંક દ્વારા અવેરનેશ પ્રોગ્રામ અને ચિત્ર સ્પર્ધા
સુપેડી યુકો બેંક દ્વારા શાળા કક્ષાએ ધોરણ ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ બેન્કિંગ અવરનેશ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. ચીત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વર્ષ ૨૦૨૪-૨૫
શાળાકક્ષાએ વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સુપેડી આરોગ્ય કેન્દ્રના ડો.ભાવિનસર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના ૨૦૦ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી સાથોસાથ બાળકમાં ટી.બી. રોગ માટેની જન જાગૃતિ માટેનો સેમીનાર રાખવામાં આવ્યો હતો.
શા.શી. , ચિત્ર -વ્યાયામ અને સંગીત શિક્ષણ
ધોરણ ૬ થી ૮ માં શાળાના મુખ્ય શિક્ષક (HTAT) વાળા નિર્મળસિંહ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોને શાળાએ આવવું ગમે , ભણવું ગમે તેમજ રોકાવું ગમે તે માટે બાળકોને સંગીત શિક્ષણ જેમાં ગાયન અને વાદન તેમજ બાળકોને ચિત્ર શિક્ષણ જેમાં કેલીગ્રાફી, અક્ષર લેખન, નેચર ચિત્રનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ
ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
ધોરણ ૩ થી ૫ ગણિત-પર્યાવરણ વિષય પ્રવૃતિઓ
ધોરણ ૩ થી ૫ માં ગણિત- પર્યાવરણ શિક્ષકશ્રી ભરતભાઈ નકુમ દ્વારા વિવિધ પ્રોજેકટ કાર્ય અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પર્યાવરણ અને ગણિત વિષયમાં ઊંડાણ પૂર્વક ની સમજ આપવામાં આવી હતી.