28/08/2024

૧૫ મી ઓગસ્ટ ૨૦૨૪ ની ઉજવણી

15મી ઓગસ્ટ 2024, 78 મો સ્વતંત્રતા દિવસ:- 

                                                  15મી ઓગસ્ટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ. અને બહાદુર શહીદોને નમન કરીએ છીએ. તેમના સન્માનમાં આખો દેશ એક રંગમાં રંગાઈ જાય છે. આઝાદીનો મહાન તહેવાર દેશના ખૂણે ખૂણે ઉજવવામાં આવે છે. દરેક ગલીઓમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે. શ્રી મોટી વાવડી પ્રા.શાળા તેમજ ડી.એમ.કે. વિધ્યાલય મોટીવાવડીનો સયુંકત કાર્યક્રમ ડી.એમ.કે. વિધ્યાલય મોટીવાવડી ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ગ્રામજનો અને વાલીગણ તેમજ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વાલી સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 












સિંહ દિવસની ઉજવણી વર્ષ:- ૨૦૨૪

                                                                      સોૈ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યાર બાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં  વર્ષ ર૦૧૩ થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે. 

                                                              એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે નવાબે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. સિંહો એ સોૈરાષ્ટ્ર - ગુજરાતની શાન છે. હાલ સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે અને છેલ્લે ર૦ર૦ માં અવલોકન કરવામાં આવ્યુ તે મુજબ ૬૭૪ સિંહોની વસતી જોવા મળી છે પરંતુ સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થઈ જશે તેવી ભીતી સિંહપ્રેમીઓ વ્યકત કરી રહયા છે. 








રાખડી સ્પર્ધા વર્ષ ૨૦૨૪

                                    શાળા કક્ષાએ વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોઈ છે. જે અંતર્ગત શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન ઉચ્ચ પ્રાથમિક શિક્ષક:- હંસાબેન ગોહેલ તેમજ વિદ્યા સહાયક અસ્મીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. 







શૈક્ષણિક મુલાકાત :- (ગ્રામ પંચાયત)

                                        શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮ નાં બાળકોને ભાષા અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના અભ્યાસક્રમ અનુરૂપ ગ્રામપંચાયત ની મુકાતે લઇ જવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભાવેશભાઈ દ્વારા ગ્રામ પંચાયતને કામગીરી વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.  આ શૈક્ષણિક મુલાકાત માં શાળાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષક જનકભાઈ, હંસાબેન, અસ્મીતાબેન તેમજ શાળાના મુખ્ય શિક્ષક નિર્મળસિંહ વાળા જોડાયા હતા.










26/08/2024

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪

                                             શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી જાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે. 





 

ચિત્ર, સંગીત, શા,શિ તેમજ કોમ્પ્યુટર શિક્ષણ

                              શાળા કક્ષાએ HTAT આચાર્ય શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ ૬ થી ૮ માં બાળકોને ચિત્ર, સંગીત, શા.શિ. તેમજ કમ્પ્યુટર શિક્ષણનાં તાસ લેવામાં આવે છે જે અંતર્ગત બાળકોને કોમ્પ્યુટર શિક્ષણમાં ખુબ ઉત્સાહ પૂર્વક જોડાય છે સાથોસાથ બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે સંગીત અને ચિત્ર કલાનો તાસ મહત્વપૂર્ણ સાબિત થાય છે. 














ધોરણ ૧ અને ૨ તથા બાલવાટિકાની પ્રવૃતિઓ

                                            ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. 

















શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો