શાળા કક્ષાએ SOE પ્રોજેકટ અંતર્ગત શાળામાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે જેમાં શાળાનું નામ અને શાળાની વિગત પેન્ટર દ્વારા પેન્ટ કરવામાં આવેલ હતી સાથોસાથ શાળાના મુખ્ય દરવાજા નું રિનોવેશન બાદ તેના પર શાળાનું નામ અને અન્ય વિગત પેન્ટર દ્વારા પેન્ટ કરવામાં આવેલ હતી. સાથોસાથ ધ્વજ વંદન માટેના પોલ અને સ્ટેન્ડ ને પણ આકર્ષક બનાવવા રંગરોગાન કરવામાં આવેલ હતું.
14/05/2024
આપત્તિ અને વ્યવસ્થાપનના ભાગરૂપે Heat Wave બાબતે સમજ
Gujarat State Action Plan: Prevention and Mitigation of Impacts of Heat Wave 2024
GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY Block No. 11, 5th Floor, Udyog Bhavan, Gandhinagar
Based on Actual Maximum Temperature: o Heat Wave:
When actual maximum temperature ≥ 45°C
Severe Heat Wave: When actual maximum temperature ≥ 47°C.
શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા શાળાના બાળકોને હિટવેવ સંબધિત આરોગ્યલક્ષી સૂચનો, રક્ષણ માટેના ઉપાયોની સમજ આપવામાં આવી હતી.
ઇકો કલબ અંતર્ગત પ્રવૃતિ:- 2024-25
શાળા કક્ષાએ વર્ષ 2024-25 અંતર્ગત વેકેશનના સમયગાળા દરમિયાન સમયનો સદ-ઉપયોગ કરીને શાળા કક્ષાએ શાળાના કેમ્પસમાં આવેલા વૃક્ષોને ગેરુ અને ચૂનો લગાવવામાં આવ્યો હતો સાથોસાથ અક્ષયપાત્ર માટે ચબૂતરો વસાવવામાં આવ્યો હતી અને તેને રંગરોગાન કરાવવામાં આવ્યું હતું
શાળા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળા કક્ષાએ અગ્નિ શામક નું ઈન્સ્ટોલેશન
શાળા કક્ષાએ હાલ ધોરણ 3 થી 8 માં સ્માર્ટ કલાસ તેમજ 15 કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ તેમજ MDM રસોડુ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રી ઉપલબ્ધ છે. આ સાધન સામગ્રી ની જાણવાની સાથોસાથ શાળાકક્ષાએ આગ લાગવાના બનાવની સામે તકેદારીના ભાગરૂપે શાળા કક્ષાએ નવા બિલ્ડિંગમાં, જૂના બિલ્ડિંગમાં તેમજ કોમ્પુટર લેબ અને MDM માં મળીને કુલ 8 જેટલા અગ્નિ શામક ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યા હતા.
MDM
શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળા માં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે.