શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત 6 વર્ષથી NMMS પરીક્ષા માં ઉતીર્ણ થઇ અને રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ૨૦૧૮ થી લઇ ૨૦૨૨ સુધીમાં ૭ બાળકો રાજયના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS તેમજ જ્ઞાન સાધનાની સ્કોલરશીપ એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે રાજય કક્ષાએ થી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ ને બાળકો દ્વારા નિયમિત જોવામાં આવે છે.
29/02/2024
ગણિત-વિજ્ઞાન મંડળ પ્રવૃતિઓ , (NCERT કીટ) અને વિજ્ઞાન પ્રોયોગ શાળા ઉપયોગ:-
શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ, રાષ્ટ્રીય આવિષ્કાર અંતર્ગત તેમજ NCERT કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાંં આવે છે. જેમાં શાળાના ધોરણ :- ૬ થી ૮ ના બાળકો ને સ્લાઇડ દ્વારા વિવિધ કોષીય માહીતી તેમજ વિજ્ઞાન ની કીટ ના વિવિધ સાધનોનો ઉપયોગ અને પરિચય આપવામાં આવે છે.
ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.
ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી ઝણકાત અસ્મિતાબેન દ્વારા ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન નાં તાસ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું.