આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. કારણ કે પ્રાર્થનાથી આપણા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. શાળા કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસકાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરે છે. રોજ-બરોજના કામ અને સફળતા અને નિષ્ફળતામાં ઘણીવાર આપણે સભાન રહી શકતા નથી. પ્રાર્થનાથી આપણને એમાં શાંતિ મળે છે. પ્રાર્થનાથી આપણા દોષો આપણે જોઈ શકીએ છીએ અને એને દૂર કરી શકીએ છીએ. એટલે જ ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’
૧) પ્રાર્થાનામાં સંગીતના સાધનોનો ઉપયોગ, ૨) આજનું ગુલાબ, ૩) આજનો દીપક, ૪) અક્ષયપાત્ર, ૫) ખોયાપાયા બોકસ જેવી મુલ્યલક્ષી પ્રવૃતિઓ, ૬) પ્રાર્થનાના સંચાલનમાં માઈક અને ડેસ્કનો ઉપયોગ, 7) બાલવૃંદનાં સભ્યો દ્વારા સમર્ગ પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.