ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા દીવાસળીના બોક્ષ માંથી બનાવેલ ટી.એલ.એમ દ્વારા શ્ર, ત્ર, અને ઋ થી બનતા શબ્દો નું વાચન નો મહાવરો કરતા ધો.2 ના બાળકો
ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા દીવાસળીના બોક્ષ માંથી બનાવેલ ટી.એલ.એમ દ્વારા શ્ર, ત્ર, અને ઋ થી બનતા શબ્દો નું વાચન નો મહાવરો કરતા ધો.2 ના બાળકો
અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામકના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ ગણિત વિજ્ઞાન નાં શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા બાળકોને આપવામાં આવી હતી. જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.
ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી અઘેરા જસ્મીનાબેન દ્વારા ધોરણ ૫ નાં અંગ્રેજી વિષય અંતર્ગત બાળકોને વિવિધ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય અને પ્રવુંતીનું નામ નીચે મુજબ છે.
Std 5 :- Subject English:- Little step seven, eight, nine Activity 3:- Making a birthday cards
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. કારણ કે પ્રાર્થનાથી આપણા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. શાળા કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસકાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરે છે. રોજ-બરોજના કામ અને સફળતા અને નિષ્ફળતામાં ઘણીવાર આપણે સભાન રહી શકતા નથી. પ્રાર્થનાથી આપણને એમાં શાંતિ મળે છે. પ્રાર્થનાથી આપણા દોષો આપણે જોઈ શકીએ છીએ અને એને દૂર કરી શકીએ છીએ. એટલે જ ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’
૧) પ્રાર્થાનામાં સંગીતના સાધનોનો ઉપયોગ, ૨) આજનું ગુલાબ, ૩) આજનો દીપક, ૪) અક્ષયપાત્ર, ૫) ખોયાપાયા બોકસ જેવી મુલ્યલક્ષી પ્રવૃતિઓ, ૬) પ્રાર્થનાના સંચાલનમાં માઈક અને ડેસ્કનો ઉપયોગ, 7) બાલવૃંદનાં સભ્યો દ્વારા સમર્ગ પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ:- તા:- ૧૪.૦૭.૨૦૨૩ વાર:-શુક્રવાર
સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન અને શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી..
શાળાના C.P.ED શિક્ષકશ્રી હેતલબેન અને HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દર શનિવારે બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટીની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને સમૂહ કવાયત કરાવવામાં આવી. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે.
GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ મુજબ જેમા સમૂહ કવાયતનાં દાવ-પ્રણાયામ-યોગાસનનું શિક્ષણ આપવામાં આવે છે.
આપણા દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના ઘણા એવા પરિવારો છે જેઓ તેમના બાળકોને યોગ્ય રીતે ખવડાવી શકતા નથી. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે અને તેમને બાળપણ વિતાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, હવે કેન્દ્ર સરકારે કુપોષણની સમસ્યાને રોકવા માટે એક યોજના શરૂ કરી છે, જેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના છે. શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે આ યોજનાનો લાભ લેતા બાળકો અને નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી કરતા શિક્ષક મિત્રો.
૧) ધોરણ 7 જ્ઞાનકુંજ વર્ગ વિષય - સામાજિક વિજ્ઞાન એકમ - 10 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો અંતર્ગત પૃથ્વીની આંતરિક રચનાની સમજ gshala દ્વારા આપવામાં આવી અને વિદ્યાથીઓ દ્વારા પાઠ્ય પુસ્તક આધારિત પૃથ્વી ની આંતરિક રચના ની નામ નિદર્શન વાળી આકૃતિ દોરીને પ્રવૃત્તિ કરાવામાં આવી
માર્ગદર્શક શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટડિયા