31/03/2023

NMMS EXAM ભવ્ય સફળતા તેમજ સતત 5 વર્ષ થી રાજયના મેરીટમાં સ્થાન મેળવતી શાળા

 "સખત પરિશ્રમ ની કોઈ વિકલ્પ નથી" 

ઉપરોકત બાબતને મોટી વાવડી પ્રા. શાળા (તા.ધોરાજી જી.રાજકોટ ) નાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે સાબિત કરી બતાવ્યું છે.

સતત 5 વર્ષથી NMMS EXAM માં રાજ્ય કક્ષાના મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરતી શાળા 

🎖️ સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 🎖️

વર્ષ 2022-23 ની NMMS EXAM 1,94,137 બાળકો એ આ પરીક્ષા આપી હતી જેમાંથી રાજયના મેરીટ માં 5096 બાળકોની પસંદગી થઈ છે. જેમાં મોટીવાવડી પ્રા.શાળાની વિદ્યાર્થીની નો સમાવેશ થયેલ છે.




ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકેટીવિટી વિષય:- ભાષા

                                                           ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી દ્વારા ધોરણ ૨ નાં બાળકોને રાષ્ટ્ર ભાષાનું પણ જ્ઞાન સમયાંતરે આપાવામાં આવે છે તેમજ તેને લગતી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે જે અંતર્ગત ધોરણ ૨ નાં બાળકો હિન્દી ભાષાનું વાંચન કરતા થયા છે. 





ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકટીવીટી વિષય:- ગણિત

                                                                 ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞામાં ગણિત વિષય શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા ધોરણ :-૧ નાણું તેમની સમજ અને છાપકામ ની પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. 







ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ

                                                     ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન નાં તાસ દરમિયાન  આપણા દેશ માં યોજાય રહેલ  G-20 સંમેલન ની માહિતી આપવામાં આવી . વસુધૈવ કુટુંમ્બકમ ની ભાવના અને આ સંમેલન નો  મોટ્ટો - વન અર્થ, વન ફેમિલી, વન ફયૂચર નો સંદેશ અને G-20 નાં લોગો ને  વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરીને આ સંમેલન ની અધ્યક્ષતા દેશ માટે  ગૌરવરૂપ બાબતની ચિત્ર દ્વારા સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો .








ધોરણ:- ૫ સર્જનાત્મક પ્રવૃતિઓ

                                            ધોરણ ૫ નાં વર્ગશિક્ષક શ્રી અઘેરા જસ્મીનાબેન દ્વારા ધોરણ ૫ નાં બાળકો સાથે મળીને વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. 










શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો