28/02/2023

ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ

                                                                            ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 7 વિષય - સામાજિક વિજ્ઞાન એકમ  બજાર અંતર્ગત બજારમાં ખરીદી કરતી વખતે ચીજવસ્તુ નાં નાણાં ની ચૂકવણી નાં વિવિધ માધ્યમો , ડિજીટલ પેમેન્ટ  UPI એપ દ્વારા પેમેન્ટ  કેવી રીતે કરી શકાય તેની  પ્રવૃતિ દ્વારા સમજ આપવામાં  આવી.








26/02/2023

ધોરણ ૩ થી ૫ પર્યાવરણ વિષયની પ્રવૃતિઓ

                                                              ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા દ્વારા ધોરણ પ , વિષય -  પર્યાવરણ , એકમ - ૧૯ " બીજ કહે છે ખેડૂત ની વાર્તા" અંતર્ગત વાડીની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે જુદા જુદા પાક ના બીજની વિકાયાત્રા ની સમજ આપી. અને ખેડૂત ની મુલાકાત લઈ ખેડૂતના કાર્ય વિશે ચર્ચા કરી.












ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકટીવીટી વિષય:- ગણિત

                                                               ધોરણ ૧ અને ૨ માં ગણિત વિષય શિક્ષક શ્રી કાછડ હેતલબેન દ્વારા ધોરણ:-૧ વિષય:- ગણિત એકમ:-૯  ૨૧ થી ૫૦ સુધીની સંખ્યાઓ દસ દસના જૂથ બનાવે છે તે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.










ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા એકેટીવિટી વિષય:- ભાષા

                                                                ધોરણ ૧ અને ૨ માં ભાષા શિક્ષક શ્રી પ્રવિણાબેન જીવાણી  દ્વારા STD. 1 & 2 ભાષા સજ્જતા અંતર્ગત પ્રવૃતિ કરાવવામાં આવી હતી. ધો.૨ વિષય...ગુજરાતી, પ્રવૃતિનું નામ:- વિવિધ શબ્દો ના કાર્ડ ગોઠવીને વાક્ય બનાવવા.






ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણ ની પ્રવૃતિઓ

                                                                  શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ધોરણ ૬ થી ૮ નાં ભાષા શિક્ષકશ્રી દ્વારા અંગ્રેજી વિષય શિક્ષણને વધુ સરળ અને સાહજિકતા સાથે બાળકો શીખી શકે તેવા ઉમદા હેતુ માટે વિવિધ પ્રવૃતીઓ કરાવવામાં આવી  હતી. 

Std 7th unit 5. Activity 1 Fixed Answer game

                                                                                 માર્ગદર્શક શિક્ષકશ્રી:- શ્રી હંસાબેન ગોહિલ







International Mother Language Day 2023 (વિશ્વ માતૃભાષા દિવસ)

                                                                       વિશ્વ માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. 








શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો