વાલી મિટીગ અને વાર્ષિક પરીક્ષા ૨૦૨૧ વાલીઓ માટે બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ
શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રિત્યસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય/ સ્કુલ ઇન્સ્પેકટર વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો ગોપાણી ધીરજલાલ, અઘેરા જસ્મીનાબેન, કોટડીયા દિવ્યેશભાઇ, અગ્રાવત જનકભાઇ, ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.