28/02/2019

NMMS અને G.K IQ EXAM RESULT

NMMS અને G.K IQ EXAM RESULT :-
                                                            MHRD વિભાગ ન્યુ દિલ્લી તરફથી NMMS નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે પરિક્ષા ધોરણ:- ૮ ના વિદ્યાર્થી માટે લેવામાં આવે છે. સમગ્ર પરિક્ષા નું આયોજન રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. આ પરિક્ષામાં શ્રી મોટી વાવડી પ્રા.શાળાનો ધોરણ :- ૮ નો વિદ્યાર્થી શેખ અનિશ અશરફભાઇ પાસ થઇ અને મેરીટ માં આવેલ છે જે શાળા અને ગામ માટે ખુબ જ ગૌરવની વાત છે. 

                                                                     ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી G.K IQ EXAM અને ભારતિય સંસ્કૃતિ ની પરિક્ષા લેવામાં આવે છે જેમા પણ શાળાના વિદ્યાર્થીઓ એ ખુબ સારો દેખાવ કર્યો હતો.





























પ્રકૃતિ શીબીર - પાટણવાવ

પ્રકૃતિ શીબીર - પાટણવાવ :- 
                                         સામાજીક વનીકરણ રેન્જ ફોરેસ્ટ વિભાગ - ધોરાજી દ્વારા શ્રી મોટી વાવડી પ્રા.શાળા ના ધોરણ ૭ અને ૮ ના બાળકો ને પાટણવાવ ખાતે પ્રકૃતિ શીબીર નું આયોજન કરવામાં આવેલા હતું. બાળકોના ભોજન અને વાહનની વ્યવસ્થા ફોરેસ્ટ વિભાગ દ્વારા જ કરવામાં આવી હતી. આ પ્રકૃતિ શિબિર દ્વારા બાળકોમાંં પ્રકૃતિનું જતન અને સવર્ધન ની સમજ અને મુલ્યશિક્ષણ આપવામાંં આવ્યુ હતું.







































શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો