ગુરૂપુર્ણિમા ઉજવણી :-
અષાઢ સુદ પુનમના દિવસને ગુરુપુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મના અન્ય તહેવારોની સરખામણીમાં આ પર્વનું વધુ મહત્વ છે. આ અંગે કહેવાયું છે કે તમામ વ્રતો, પર્વો, તહેવારોનો લાભ ત્યારે જ ઉઠાવી શકાય છે જ્યારે સદગુરુ તેમની ઉપયોગિતા અને આવશ્યકતા લોકોને અનુભવ કરાવે. ઋષિ મુનિઓએ પણ ભારપૂર્વક કહ્યું છે કે આધ્યાત્મિક અને આત્મિક ઉન્નતિ માટે ગુરુની સહાયતા ખુબ જરૂરી છે. તેના વગર આત્મ કલ્યાણના દ્વાર ખુલી શકતા નથી. સામાન્ય રીતે જીવનમાં માતા પિતા અને ગુરુને દેવ ગણવામાં આવ્યાં છે અને તેમનું ખાસ કરીને સન્માન કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. શાળાના વિદ્યાર્થી દ્વારા તમામ શિક્ષકગણ નું કુમકુમ તિલક કરી અને મો મીંંઠુ કરાવી આ પાવન દિવસ ની ઉજવણી કરવામાં આવી....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.