શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળા માં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી અને ટેસ્ટીંગ કરવામાં આવે છે.
31/03/2025
વાલી સંંર્પક :-
સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી..
28/02/2025
NMMS, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ- જ્ઞાન સાધના પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી વેકેશનમાં, જાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે
ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે.
સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮
માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક
વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી ટીંબા અનિલાબેન દ્વારા બાળકોને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયોની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજપ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ શાળા ની વિજ્ઞાન લેબનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો.
ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ:-
ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક અસ્મીતાબેન ઝણકાત દ્વારા વિષયવસ્તુ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણની પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા ભાષા શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી જે અંતગર્ત બાળકોમાં કઠીન બિંદુનો મહાવરો કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું




.jpeg)




.jpeg)

.jpeg)






.jpeg)



.jpeg)


.jpeg)

.jpeg)






.jpeg)

.jpeg)





.jpeg)







.jpeg)



