31/10/2024

ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણની પ્રવૃતિઓ

                                     ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા ભાષા શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી જે અંતગર્ત બાળકોમાં કઠીન બિંદુનો મહાવરો કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.






ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષણ પ્રવૃતિઓ

                                                            ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક અસ્મીતાબેન ઝણકાત દ્વારા વિષયવસ્તુ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું. 









PMPOSHAN (MDM)

                 શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે   માટે શાળા માં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી અને ટેસ્ટીંગ કરવામાં આવે છે. 









30/09/2024

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તેમજ "કલા કુંભ" 2024-25

                                            વર્ષ:- 2024-25 નો સી.આર. સી. કક્ષાનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન સુપેડી ખાતે યોજવામાં આવેલ હતો. શાળા કક્ષાએથી વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 02 કૃતિએ ભાગલીધો હતો. તે પૈકી એક કૃતિ "આરોગ્ય અને ખોરાક" ની પસંદગી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે થઈ હતી.  ધોરાજી ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સાથોસાથ સી. આર. સી. કક્ષાનો કલાકુંભ પણ યોજવામાં આવેલ હતો. જેમાં વાદનની સ્પર્ધામાં દ્રિતીય  સ્થાન મેળવ્યું હતું. 












આરોગ્ય ચકાસણી વર્ષ:- 2024-25

                                                                             તા;- 26.09.2024 ના રોજ  શાળા કક્ષાએ ધોરણ 1 થી 8 ના બાળકોની શાળા આરોગ્ય ચકાસણીના ભાગરૂપે મોટી વાવડી સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા બાળકોમાં હિમોકલોબિન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.  






મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪

                                                                શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી જાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે. 










ચિત્ર-શા.શી-સંગીત-કમ્યુટર શિક્ષણ

      શાળા કક્ષાએ HTAT આચાર્ય શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ ૬ થી ૮ માં બાળકોને ચિત્ર, સંગીત, શા.શિ. તેમજ કમ્પ્યુટર શિક્ષણનાં તાસ લેવામાં આવે છે જે અંતર્ગત બાળકોને કોમ્પ્યુટર શિક્ષણમાં ખુબ ઉત્સાહ પૂર્વક જોડાય છે સાથોસાથ બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે સંગીત અને ચિત્ર કલાનો તાસ મહત્વપૂર્ણ સાબિત થાય છે. 













બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ

   ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. 
























શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો