26/08/2024
ધોરણ ૬ થી ૮ ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ
ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષયના શિક્ષક શ્રી અગ્રાવત જનકભાઈ દ્વારા ગણિત-વિજ્ઞાન મંડળની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જે અંતર્ગત શાળાની પ્રયોગ શાળામાં વિવિધ અભ્યાસક્રમ આધારિત પ્રયોગ અને બાળ વિજ્ઞાન પ્રદર્શનનું ૨૦૨૪ આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્ય હતું જેમાં કુલ ૧૯ કૃતિ અને ૩૮ બાળકોએ ભાગ લીધો હતો.
ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણની પ્રવૃતિઓ
ધોરણ 6 થી 8 માં ભાષા વિષય શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા ધોરણ 6 થી 8 માં એકમ ને અનુરૂપ સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી વિષયની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
વાલી સંપર્ક (માસ:-- ઓગષ્ટ ૨૦૨૪)
શાળા કક્ષાએ અનિયમિત બાળકોનો નિયમિત વાલી સંપર્ક કરવામાં આવે છે જે અંતર્ગત આ માસમાં શાળાના શિક્ષકશ્રી દ્વારા પોતાના વર્ગના અનિયમિત અને સતત ગેરહાજર બાળકોનો વાલી સંપર્ક કરવામાં આવ્યો હતો.
MDM (Mid Day Meal)
શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળા માં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા નિયમિત મધ્યાહન ભોજન અને નાસ્તાની ચકાસણી અને ટેસ્ટીંગ કરવામાં આવે છે.
28/07/2024
શૈક્ષણિક મુલાકાત :- મંદિર ની મુલાકાત, ખેડૂતની મુલાકાત
શાળા કક્ષાએ ભાષા શિક્ષક દ્વારા સંસ્કૃત વિષયમાં આવતી પ્રવૃતિના ભાગરૂપે બાળકોને (સુરાપુરા દાદા) મંદિરની મુલાકાતે તેમજ ખેડૂતની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં બાળકોને રૂબરૂ નિદર્શન કરવાનો અનુભવ જન્ય શિક્ષણનો લાભ મળ્યો હતો.
24/07/2024
જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને NMMS પરીક્ષામાં રાજયના મેરિટમાં સ્થાન મેળવતા વિધ્યાર્થીઓ
જ્ઞાન સેતુ પરીક્ષામાં કુલ ૦૫ વિદ્યાર્થીઓએ રાજયના મેરીટમાં સ્થાન મેળવ્યું હતું.
જ્ઞાન સાધના પરીક્ષામાં કુલ ૦૫ વિદ્યાર્થીઓએ રાજયના મેરીટમાં સ્થાન મેળવ્યું હતું.
22/07/2024
શાળા કક્ષાએ મળેલ દાન/ભેટ
શ્રી મોટી વાવડી પ્રા. શાળાને શ્રી નીતિનભાઈ ભગવાનજીભાઈ અઘેરા તરફથી અંકે રૂપિયા 50400/- ના 18 બાંકડા આપવામાં આવ્યા હતા તેમજ શ્રી ગોપાલભાઈ ડઢાણીયા દ્વારા 200 બાળકોને સ્કૂલબેગ અંકે રૂપિયા 50000/ ની ભેટ આપવામાં આવી હતી.
શારીરિક શિક્ષણ, ચિત્ર અને સંગીતનું શિક્ષણકાર્ય
ધોરણ 3 થી 8 માં વિષય શિક્ષક તેમજ ધોરણ 6 થી 8 માં શાળાના HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી વાળા દ્વારા શારીરિક શિક્ષણ, ચિત્ર અને સંગીતનું શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું તેમજ ધોરણ 6 થી 8 માં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું હતું.


.jpeg)
.jpeg)







.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)














.jpeg)

.jpeg)



.jpeg)




.jpeg)

.jpeg)






.jpeg)




.jpeg)
.jpeg)
