08/08/2022

"આઝાદી કા અમૃત મહોત્સવ" - હર ઘર તિરંગા સ્પર્ધા કલા ઉત્સવ ૨૦૨૨

                                                                             "આઝાદી કા અમૃત મહોત્સવ" - હર ઘર તિરંગા સ્પર્ધા અંતર્ગત કલા ઉત્સવ ૨૦૨૨ માં શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નીચે મુજબ ની સ્પર્ધાઓ સામેલ હતી. 

  • ૧) ચિત્ર સ્પર્ધા 
  • ૨) બાળ કવિ સ્પર્ધા 
  • ૩) ગાયન સ્પર્ધા 
  • ૪) વાદન સ્પર્ધા 

                                                                                            ઉપરોકત સ્પર્ધામાં શ્રી મોતી વાવડી પ્રા.શાળાના બાળકો CRC કક્ષા એ અને તાલુકા કક્ષાએ વિજેતા બન્યા હતા. અને જીલ્લા કક્ષાએ ભાગ લેવા માટે સામેલ થયા હતા જેની યાદી અને સ્પર્ધાના ફોટોગ્રાફ સામેલ છે. 
















30/07/2022

STD 6 TO 8 ENGLISH ACTIVITIES AND G-SHALA APP IN GYANKUNJ

                                                                 ધોરણ ૬ થી ૮ માં અંગ્રેજી વિષયના શિક્ષણ માટે વિવિધ પ્રવૃતિઓ લર્નિંગ મટીરીયલ નાં માધ્યમથી કરવામાં આવી હતી જેના દ્વારા બાળકો સરળતાથી અંગ્રેજી વિષયનું શિક્ષણ મેળવી શકે અને કઠીનબિંદુનો મહાવરો કરી શકે. સાથોસાથ G-SHALA APP  નો જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત ઉપયોગતો ખરો જ....
(માર્ગદર્શક શિક્ષક:- ગોહેલ હંસાબેન)













26/07/2022

ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP ઉપયોગ

                                                                 ધોરણ ૬ થી ૮ વિષય ગણિત વિજ્ઞાન જ્ઞાન કુંજ અને G-SHALA APP નાં સયુકત ઉપયોગ કરી ગણિત જેવા વિષયની સમજ જ્ઞાન કુંજ પ્રોજેકટ મારફત અને G-SHALA APP નાં માધ્યમથી સ્માર્ટ કલાસમાં આપવામાં આવી હતી. (માર્ગદર્શક શિક્ષક જનકભાઈ અગ્રાવત) 






ધોરણ ૫ ગમ્મત સાથે જ્ઞાન વિષય ગણિત

                                 ધોરણ ૫ માં ગમ્મત સાથે ગણિત વિષયનું જ્ઞાન આપવામાં આવે છે જે અંતર્ગત આકાર અને ખૂણા એકમ ની સમજુતી લર્નિંગ મટીરીયલ દ્વારા આપવામાં આવી હતી (માર્ગદર્શક શિક્ષક;- અઘેરા જસ્મીનાબેન) 







ધોરણ ૨ મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ

                                ધોરણ ૨ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત મોખિક ભાષા વિકાસ પ્રવૃત્તિ કરવામાં આવે હતી (માર્ગદર્શક શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન) 






ધોરણ ૧ વિધ્યાપ્રવેશ અંતર્ગત કોલાજ વર્ક

                                                                                                    ધોરણ ૧ વિધ્યાપ્રવેશ કાર્યક્રમ અંતર્ગત કોલાજ વર્ક  કરવામાં આવ્યું હતું (માર્ગદર્શક શિક્ષકશ્રી હેતલબેન કાછડ)






23/07/2022

બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ

વાલી મિટીગ અને વાર્ષિક પરીક્ષા ૨૦૨૧ વાલીઓ માટે બાળકની ઉત્તરવહી , બાળકની વિષય મુજબની સિદ્ધિ નબળાઈ તેમજ પરિણામ ચકાસણી કાર્યક્રમ 

                                      શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રિત્યસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું  મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષાએ સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળા ના આચાર્ય/ સ્કુલ ઇન્સ્પેકટર વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકમિત્રો ગોપાણી ધીરજલાલ, અઘેરા જસ્મીનાબેન, કોટડીયા દિવ્યેશભાઇ, અગ્રાવત જનકભાઇ, ગોહેલ હંસાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું. 























શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો