29/06/2019

જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય

જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય :-
                                                   ધોરણ ૬ થી ૮ માં બાળકોની શૈક્ષણીક સરળતા અને કઠિનબિંદુ ના મહાવરા માટે તેમજ ગમ્મત સાથે-ભાર વગરના ભણતર ના કન્સેપ્ટ ને અમલીકરણ માટે શાળાના સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડિયા દ્વારા બાળકોને ખુબ સરસ અને અસરકારક માહીતીનું આદાન પ્રદાન કરતા જણાયા જેમા જ્ઞાનકુંજ વર્ગ અને ટી.એલ.એમ. નો પણ વર્ગખંડ માં ઉપયોગ કરવામાં આવ્યો...  









એસ.એમ.સી. મિટીગ જુન ૨૦૧૯

એસ.એમ.સી. મિટીગ જુન  ૨૦૧૯ :-
                 તા;-૦૯.૦૬.૨૦૧૯ ના રોજ શાળા કક્ષાએ એસ.એમ.સી. ના સભ્યોની શાળા કક્ષાએ મિટીંગ બોલાવામાં આવે હતી. જેમા શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, શાળા ના શૈક્ષણીક કાર્ય તેમજ શાળાની સહાભ્યાસિક પ્રવૃતિની ચર્ચા અને તેના અમલવારીની રૂપરેખા શાળાની એસ.એમ.સી. સમક્ષ રજુ કરવામાં આવે હતી.








બેક એકાઉન્ટ કેમ્પ

બેક એકાઉન્ટ કેમ્પ :- 
                                            જુન માસ દરમિયાન શ્રી યુકો બેંકના સહકાર અને યુકો બેંકના મેનેજરશ્રી જલ્પેશસાહેબ ના સહકાર થી  શાળમાં ભણતા જે બાળકોના બેંક એકાઉન્ટ ખુલવાના બાકી છે તેમના બેંક એકાઉન્ટ ખોલવા માટે શાળાકક્ષાએ જ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમા યુકો બેંકના મેનેજર સાહેબ અને અન્ય સ્ટાફગણ દ્વારા બાળકોના બેંક એકાઉન્ટ શાળાકક્ષાએ ખોલવામાં આવ્યા હતા. જેથી વાલીઓ ને આ બાબતે ખુશીની લાગણી વ્યકત કરી હતી. 



ગમ્મ્ત સાથે જ્ઞાન

ગમ્મ્ત સાથે જ્ઞાન :-
                                                     શાળાકક્ષા એ ધોરણ ૪ ના વર્ગ શિક્ષકશ્રી ધિરૂભાઇ ગોપાણી દ્વારા બાળઓને જુન માસ દરમિયાન શાળા અભિમુખતા કાર્યક્રમ અંતર્ગત પ્રવૃતિ કરાવવામાં આવી હતી. 


ગ્રામસભા અને વાલી સંમેલન ૨૦૧૯

ગ્રામસભા અને વાલી સંમેલન ૨૦૧૯:-


                                     તા:-૦૬.૦૬.૨૦૧૯ ના રોજ મોટીવાવડી ખાતે સાંજે ૫:૦૦ કલાકે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલા હતુંં તેમજ ગ્રામ કક્ષાની સરકારી અને સામાજીક સંસ્થાઓના કર્મચારીની હાજરી તેમજ શાળાના શૈક્ષણિક અને સહાભ્યાસિક પ્રવૃતિની ચર્ચા અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત  વાલીઓ સાથે બાળકોના શૈક્ષણિક સિધ્ધિ ,શિક્ષણ અને નિયમિતતા બાબતે ચર્ચા અને આયોજન કરવામાં આવેલ હતુ.. 












30/04/2019

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:- 
                                             સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જગૃતિ અંતર્ગત મોટી વાવડી શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. તેમજ શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત, કોટડિયા દિવ્યેશભાઇ, ગોપાણી ધિરૂભાઇ દ્વારા શાળા (શ્રી મોટી વાવડી પ્રા.શાળા) ની શૈક્ષણિક સિધ્ધિઓ અને સુવિધાઓ વિશે ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેના વાલીગણ ને DOOR TO DOOR સંપર્ક કરી સમજ આપવામાં આવી અને સરકારી શાળાના લાભાલાભ વિશે માહીતગાર કરવામાં આવ્યા છે.




















ધોરણ:- ૧ શાળા નામાંકન સર્વે

ધોરણ:- ૧ શાળા નામાંકન સર્વે:-
                                            આગામી શૈક્ષણિક વર્ષ માં ધોરણ:-૧ માં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો દ્વારા DOOR TO DOOR સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અને પ્રવેશપાત્ર બાળકો ની યાદી તૈયાર કર[વામાં આવી હતી. 









શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો