31/03/2019

ધોરણ:- ૮ વિદાય કાર્યક્રમ ૨૦૧૮-૧૯

ધોરણ:- ૮ વિદાય કાર્યક્રમ ૨૦૧૮-૧૯ :- 
                                                     તા:-૩૦.૦૩.૨૦૧૯ ના રોજ શાળામાં ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી.કો-ઓર્ડી-સુપેડી (બગડા અમૃતભાઇ) શાળાના ભુતપુર્વ શિક્ષક અને હાલ સી.આર.સી.કો-ઓર્ડી-ધોરાજી-૩ (મારૂ પ્રવિણભાઇ) ઉપસ્થિત હતા. જેમને બાળકોને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા બાળકોને શૈક્ષણિક અને આગામી વિદ્યાર્થીજીવનકાળ માં ઉપયોગી બાબતો થી વાકેફ કર્યા હતાં.  શાળાના ધોરણ:- ૮ ના બાળકો ને ભેટ આપવામાં આવી હતી તેમજ શાળાના ધોરણ :- ૧ થી ૮ ના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યુ હતું
























શાળા સ્વ્સ્છ્તા એવોર્ડ ૨૦૧૮-૧૯

શાળા સ્વસ્છતા એવોર્ડ ૨૦૧૮-૧૯

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજય 
જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ  
                                            સ્વસ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની શ્રી મોટી વાવડી પ્રા.શાળા ને શાળા સ્વસ્છતા એવોર્ડ અંતર્ગત તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શ્રીજિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી સાહેબશ્રી-રાજકોટ,શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્યશ્રી દ્વારા શાળા સ્વસ્છતા એવોર્ડ-પ્રમાણપત્ર-શિલ્ડ-રૂ.૧૧૦૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યુ હતું 






દેશ અને દુનિયાને ઓળખીએ ધો:- ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન

દેશ અને દુનિયાને ઓળખીએ ધો:- ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન:-
                                            ધોરણ:- ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન માં વિષય શિક્ષક દિવ્યેશકુમાર ડી. કોટડીયા દ્વારા વર્ગખંડ માં બાળકો ભારત-એશિયા અને દુનિયાના રાજકીય-ભૌગોલિક તેમજ આબોહવાકીય રીતે પરિચીત થાય તેમજ અભ્યાસક્રમ ની આ અધ્યયન નિષ્પતિ સિધ્ધ થાય તે માટે વિવિધ એકટીવીટી કરવામાં આવે છે.  












ગણિત ગમ્મત એકટીવીટી ધોરણ ૬ થી ૮

ગણિત ગમ્મત એકટીવીટી ધોરણ ૬ થી ૮:-


                                                     ધોરણ :- ૬ થી ૮ માં NCERT ના અભ્યાસક્રમ અનુસાર ગણિત-વિજ્ઞાન ના શિક્ષક જનકભાઇ એન. અગ્રાવત દ્વારા વર્ગખંડ માં વિષય તાસ દરમિયાન વિવિધ એકટીવીટી કરાવવામાં આવે છે. જેથી બાળકોમાં ગણિત ના પાયાના ખ્યાલ દ્રઢ અને મજબુત બને છે.




LERAN ENGLISH EASILY

LERAN ENGLISH EASILY:-


                                                   ધોરણ ૬ થી ૮ માં અંગ્રેજી વિષય શિક્ષક ગોહેલ હંસાબેન  દ્વારા બાળકોને અંગ્રેજી શિક્ષણને ખુબ સરળતાથી અને સહજતાથી શીખવવામાં આવે છે. અંગ્રેજી શિક્ષણ ના કઠીન બિંદુઓ અને અધ્યયન  નિષ્પત્તિ ની સમજ અને ફળશ્રુતિ  મેળવે છે. 














ગમ્મત સાથે જ્ઞાન ધો:- ૩ થી ૫

ગમ્મત સાથે જ્ઞાન ધો:- ૩ થી ૫:-
                                         ધોરણ:- ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા તેમજ ધિરૂભાઇ ગોપાણી દ્વારા બાળકો ને અધ્યયન નિષ્પતિ ની સમજ અને માર્ગદર્શન માટે વર્ગખંડ માં વિવિધ એકટીવીટી કરવામાં આવે છે. જેથી બાળકો સરળતાથી એકમ ના કઠીનબિંદુઓ ને સમજી શકે...












એસ.એમ.સી. મિટીંગ

એસ.એમ.સી. મિટીંગ :- 
                                                  શાળા કક્ષાએ શાળાના મેનેજમેન્ટ અને સુચારૂ આયોજન માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કામ કરે છે. શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ બી. વાળા દ્વારા સ્મયાંતરે શાળાના આગામી આયોજન - શાળા વિકાસ - શાળા સંયુકત ગ્રાંટ તેમજ શાળામાં સોશીયલ ઓડીટ જેવી  અગત્યની  બાબતો માટે  SCHOOL MANAGEMENT COMMITTEE  ની મિટીંગમાં ચર્ચા અને વિચારણા કરવામાં આવે છે અને  અમલવારી કરવામાં આવે છે. 






ધોરણ:- ૨ ઉપચારત્મક - નિદાનાત્મક કાર્ય

ધોરણ:- ૨ ઉપચારત્મક - નિદાનાત્મક કાર્ય :- 
                                                           
                                                            ધોરણ:- ૨ માં બાળકો ની વાચન-લેખન-ગણન ની કચાશ ને દુર કરવા માટે ચાલુ માસ દરમિયાન ધોરણ ૨ માં નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જેથી બાળક આગામી શૈક્ષણિક સત્ર માં જરૂરી અધ્યયન નિષ્પત્તિઓ સિધ્ધ કરીને વર્ગ બઢતી મેળવે. આ અંતર્ગત શાળાની મુલાકાત બી.આર.સી.-કો-ઓર્ડી. ધોરાજી, સી.આર.સી.કો-ઓર્ડી. અને બી.આર.પી. દ્વારા પણ લેવામાં આવેલ હતી.

                                 ધોરણ  ૨ ના વિષય શિક્ષક મિત્રો શ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા ગુજરાતી અને કાછડ હેતલબેન દ્વારા ગણિત વિષય નું કાર્ય અલગ નોટબુક માં કરવામાં આવે છે તેમજ ગુજરાતી વિષય માટે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ બુક માં અને નોટબુક માં કાર્ય કરવામાં આવે છે. 




ચિત્ર-કોમ્પ્યુટર-સંગીત તાસ પધ્ધતિ

ચિત્ર-કોમ્પ્યુટર-સંગીત તાસ પધ્ધતિ:-
        બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું  શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળ નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે. 

            સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે. 









શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો