31/03/2025

NMMS, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ- જ્ઞાન સાધના પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- 2024-25

                                                              શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકો માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષામુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨ વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી વેકેશનમાંજાહેર રજાના દિવસે અથવા રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે.










ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-

                                                                                     બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્રએકશન ચિત્રપ્રદાર્થ ચિત્ર નું  શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા  નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે. 

                                                                                    સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે.










ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ:-

                                                                                                     ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી ટીંબા અનિલાબેન દ્વારા બાળકોને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયોની અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ  માટે તેમજ આ વિષયોના મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના  બાળકો  ને  જ્ઞાનકુંજપ્રોજકટ  દ્વારા   વિષયવસ્તુ    નું  નિરૂપણ   અને  સમજ  તેમજ શાળા ની વિજ્ઞાન  લેબનો મહત્તમ  ઉપયોગ  કરવામાં  આવ્યો. 









ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિઓ:-

                                                        ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક અસ્મીતાબેન ઝણકાત દ્વારા વિષયવસ્તુ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું. 












ધોરણ ૬ થી ૮ ભાષા શિક્ષણની પ્રવૃતિઓ

                                                 ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક શ્રી હંસાબેન ગોહેલ દ્વારા ભાષા શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી જે અંતગર્ત બાળકોમાં કઠીન બિંદુનો મહાવરો કરાવવામાં આવ્યો હતો.  તેમજ પ્રોજેકટ કાર્ય કરાવવામાં આવ્યું હતું.









ધોરણ ૩ થી ૫ ગણિત-પર્યાવરણ વિષય પ્રવૃતિઓ

                 ધોરણ ૩ થી ૫ માં ગણિત- પર્યાવરણ શિક્ષકશ્રી ભરતભાઈ નકુમ દ્વારા વિવિધ પ્રોજેકટ કાર્ય અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પર્યાવરણ અને ગણિત વિષયમાં ઊંડાણ પૂર્વક ની સમજ આપવામાં આવી હતી.








બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ

                                                      ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.







શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો