વર્ષ:- 2024-25 નો સી.આર. સી. કક્ષાનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન સુપેડી ખાતે યોજવામાં આવેલ હતો. શાળા કક્ષાએથી વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 02 કૃતિએ ભાગલીધો હતો. તે પૈકી એક કૃતિ "આરોગ્ય અને ખોરાક" ની પસંદગી તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે થઈ હતી. ધોરાજી ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સાથોસાથ સી. આર. સી. કક્ષાનો કલાકુંભ પણ યોજવામાં આવેલ હતો. જેમાં વાદનની સ્પર્ધામાં દ્રિતીય સ્થાન મેળવ્યું હતું.
30/09/2024
આરોગ્ય ચકાસણી વર્ષ:- 2024-25
તા;- 26.09.2024 ના રોજ શાળા કક્ષાએ ધોરણ 1 થી 8 ના બાળકોની શાળા આરોગ્ય ચકાસણીના ભાગરૂપે મોટી વાવડી સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા બાળકોમાં હિમોકલોબિન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ષ:- ૨૦૨૪
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ :- ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શાળાના
આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સતત ૬ વર્ષથી NMMS, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષાની ની પૂર્વ તૈયારી
કરવામાં આવે છે અને શ્રી મોટી વાવડી પ્રા.શાળાના બાળકો સતત ૬ વર્ષથી NMMS પરીક્ષાના રાજયના મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવે છે તેમજ સતત ૨
વર્ષથી જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ પરીક્ષા નાં રાજયના મેરીટ માં સ્થાન મેળવે છે.
આ પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના વાલીઓની મંજુરીથી જાહેર રજાના દિવસે અથવા
રવિવારે બાળકો શાળાએ આવીને કરે છે જેથી સામાન્ય દિવસોમાં તેમનાં રેગ્યુલર વિષયોનું
શિક્ષણ કાર્યમાં કોઈ અસરના પડે.
ચિત્ર-શા.શી-સંગીત-કમ્યુટર શિક્ષણ
શાળા કક્ષાએ HTAT આચાર્ય શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ ૬ થી
૮ માં બાળકોને ચિત્ર, સંગીત, શા.શિ. તેમજ કમ્પ્યુટર શિક્ષણનાં તાસ લેવામાં
આવે છે જે અંતર્ગત બાળકોને કોમ્પ્યુટર શિક્ષણમાં ખુબ ઉત્સાહ પૂર્વક જોડાય છે
સાથોસાથ બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે સંગીત અને ચિત્ર કલાનો તાસ
મહત્વપૂર્ણ સાબિત થાય છે.
બાળ વાટીકા અને ધોરણ 1-2 પ્રવૃતિઓ
ધોરણ ૧ અને ૨ માં તેમજ બાલવાટિકા માં અભ્યાસ બાળકો માટે વિષય
શિક્ષક શ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા બાળકોને વર્ગખંડમાં વિવિધ શાળા તત્પરતા ની
પ્રવૃતિઓ તેમજ અભ્યાસક્રમ મુજબની વિવિધ પ્રોજેકટ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
ધોરણ 3 થી 5 ગણિત-પર્યાવરણ પ્રવૃતિઓ
ધોરણ 3 થી 5 માં ગણિત-પર્યાવરણ વિષયના જ્ઞાનસહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી ભરતભાઇ નકુમ દ્વારા ગણિત-પર્યાવરણ વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.