27/04/2018

ક્રિયાત્મક સંશોધન April 2018


   



અમારી શાળામાં કરવામા આવેલ ક્રિયાત્મક સંશોધન  
-: ક્રિયાત્મક સંશોધનની  વિગત :-
1.  સમસ્યાનું વર્ણન :
૧. શાળામા પ્રાર્થના નિયમિત રોજ થાય છે જેમા બાળકો દ્વારા ઘણા બધા કાર્યકર્મો મા ભાગ લેવામા આવે છે  અને તે મુજબનું કાર્ય કરવામા આવે છે.
૨.પ્રાર્થનાસભા કે અન્ય પ્રસંગના સમયે બાળકને સોપેલુ કે ફાળવવામા આવેલ કાર્ય કરવા માટે આવે ત્યારે જે કાર્યમાં તે નિપુર્ણ છે તેમ છ્તા તે ભૂલ કરે છે અને સંકોચ અનુભવે છે જેમકે સમાચાર વાંચન માં તેમજ બાળગીત અને અભીનયગીત ની રજુવાત સમયે તેમજ શાળામા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધા - નિબંધ સ્પર્ધા - રાષ્ટ્રીય કાર્યક્રમો ના સંચાલન અને સામેલગીરી મા સ્ટેજ પાવર મા ખુબ  હતાશા અનુભવે છે 
૩. આ સ્ટેજ પાવરની નબળાઇના કારણે કાર્યકર્મ ની જે સારી બાબતો છે તેના કરતા આ નબળાઇ વાળી બાબત વધારે યાદ રહી જાય છે અને દેખાઇ આવે છે 
૪. આ નબળાઇ વર્ગખંડ શૈક્ષણિક રીતે સારો દેખાવ કરતા બાળકોમા પણ જોવા મળી હતી 
2.   સંપૂર્ણ વિગત :

૧.સૌ પ્રથમ આ સમસ્યાના ઉકેલ માટે ધોરણ ૫ થી ૮ દરેક વર્ગમા  બાળકો પોતાના પરિવારનો સામાન્ય પરિચય પોતાના જ વર્ગની સમક્ષ રજુ કરે.
૨.ધીમે ધીમે આ શરૂઆત ને પ્રાર્થના કાર્યક્રમ અને અન્ય એકટીવીટી ની સાથે  જોડાવવામા આવી જેમકે પ્રાથર્નાસભા મા વિદ્યાર્થી દ્વારા મારે શુ બનવુ છે?, મારી શાળા , મારૂ ગામ , જેવા નાના અને સરળ વિષયો  વિશે મૌખિક  બોલવાનુ ચાલુ કરાવવામા આવ્યુ. જેમા તેમને અચાર્યશ્રી અને વર્ગ શિક્ષક દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા આપવાનુ કામ થતુ.
૩.જે બાળક આ બાબતે સારૂ કાર્ય કરી બતાવે તેને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામા આવતી  જેથી અન્ય બાળકો ને પણ આ પ્રવ્રુતિમા રસ કેળવી ને જોડી શકાય.
૪. આ બાબતે શાળાની એસ.એમ.સી. ને પણ સામેલ કરવામા આવી. 

3. પ્રયોગના અમલીકરણનું મૂલ્યાંકન :
 ૧.પ્રાર્થનાસભા મા આ બાબતે શિક્ષકશ્રી ને નિયમિત મુલ્યાંકન ની જવાબદારી       .   .    સોપવામા આવી અને તેમના દ્વારા  મૂલ્યાંકન કરવામા આવ્યું.
૨. જે બાળક વર્ગ સમક્ષ પોતાના પરિવાર વિશે ૫ વાકય ન બોલી શકતો તે આજે પ્રાર્થનાસભા મા અભિનયગીત અને બાળગીત ની રજુઆત બહુ સ્વાભાવિકતા થી અને સરળતાથી કરતો જેનુ જીણવટભર્યુ મુલ્યાંકન શિક્ષક્શ્રી અને અચાર્યશ્રી દ્વારા કરવામા આવતુ. 


4.પ્રાપ્ત થયેલ પરિણામો :

૧. બાળકોના સ્ટેજ પાવરમા નોધપાત્ર વધારો જોવા મળ્યો.
૨. બાળકની મૌલિકતામા વધારો જોવા મળ્યો.
૩. વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધામા ભાગ લેનાર બાળકોની સંખ્યામા વધારો થયો અને ઉત્સાહ મા પણ વધારો જોવા મળ્યો.
૪. શાળા ના શિક્ષકો દ્વારા પણ આ બાબતે નોધ લેવામા આવી કે બાળક સાથે ના વર્ગ વ્યવહાર મા પણ  આ પ્રયોગ  થી  ઘણા સકારાત્મક પરિણામો મળ્યા અને વર્ગ વ્યવહારના આદાન-પ્રાદાન મા પણ વધારો જોવા મળ્યો.
૫. ક્યારેય પ્રશ્ન ન પુછ્નારા વિદ્યાર્થી આજે પ્રશ્ન પુછ્તા થયા છે એટલુ જ નહી પ્રશ્ન નો જવાબ આપતા પણ થયા છે 




5.  વર્તમાન સ્થિતિ :

૧. હાલમાં શાળામા બાળકોના સ્ટેજ પાવરમા પહેલાથી ઘણો સુધારો છે.
૨. બાળક પ્રાર્થનાસભા અને અન્ય સહઅભ્યાસિક એકટીવીટી મા સામેલગીરી નોધાવે છે.
૩. શાળામા બાળકોની સહભાગીદારી મા વધારો થાયો છે. 
૪. બાળકોના પરસ્પર વ્યવહાર મા પણ વધારો થયો છે.
૫. વર્ગ વ્યવહાર ના આદાન પ્રદાન મા પણ નોધ પાત્ર વધારો થયો છે. 


શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો